<font face="mangal" size="3px">સ્પેસીફાઇડ બેંક નોટો પરત ખેંચવી: પેન્શનર્સ અ& - આરબીઆઈ - Reserve Bank of India
સ્પેસીફાઇડ બેંક નોટો પરત ખેંચવી: પેન્શનર્સ અને આર્મ્ડ ફોર્સીસ કર્મચારીઓ ની રોકડ જરૂરિયાતો
RBI/2016-17/154 24 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, સ્પેસીફાઇડ બેંક નોટો પરત ખેંચવી: પેન્શનર્સ અને આર્મ્ડ ફોર્સીસ કર્મચારીઓ ની રોકડ જરૂરિયાતો સ્પેસીફાઇડ બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવા ના કારણે, સરકારી અધિકારીઓ અને પેન્શનર્સ તરફથી, તેમના પગાર / પેન્શન ની ઈલેક્ટ્રોનિક ચુકવણી બાદ, રોકડ ની માંગ અપેક્ષિત છે. 2. તેથી, બેંકો ને આ રોકડ માટે ની સંભવિત માંગ ને પહોંચી વળવા માટે યોગ્ય પગલાં લેવાનું જણાવવામાં આવે છે: (i) પેન્શનર્સ ની જરૂરિયાતો ને ધ્યાનમાં રાખી ને પર્યાપ્ત રોકડ ની ઉપલબ્ધી સુનિશ્ચિત કરી ને (ii) આર્મ્ડ ફોર્સીસ ના કર્મચારીઓની રોકડ જરૂરિયાત માટે મીલીટરી આઉટ પોસ્ટ પર પર્યાપ્ત પુરવઠો સુનિશ્ચિત કરી ને આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) |