બનારસ મર્કેન્ટાઈલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશ
પર લાદવામાં આવેલ દંડ
માર્ચ 13, 2019 બનારસ મર્કેન્ટાઈલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક(1)(ગ) ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં બેંકને જારી કરેલ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ)ની કલમ 36(1) અંતર્ગત પર્યવેક્ષી સૂચનો, ઇંટર-બેંક ગ્રોસ એક્સપોજર લિમિટ અને કાઉન્ટર પાર્ટી લિમિટ પર પ્રુડેંશિયલ નોર્મ્સ, કેવાયસી માર્ગદર્શિકાઓ સંબંધિત સૂચનો/માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ, માટે ₹1,50,000 (રૂપિયા એક લાખ પચાસ હજાર ફક્ત) નો નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણ દર્શાવો નોટિસ જારી કરી હતી જેનો બેંક તરફથી લેખિત ઉત્તર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઉક્ત કિસ્સાની સમગ્ર હકિકતો અને બેંકે આપેલા જવાબને ધ્યાનમાં લેતા, ભારતીય રિઝર્વ બેંક એમ નિષ્કર્ષ પર પહોંચી છે કે ઉલ્લંઘન સાબિત થયેલા છે અને દંડ લાદવો આવશ્યક છે. અનિરુદ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન : 2018-2019/2176 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: