બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (સહકારી બેંકો ને લગતા) ની ધારા 35(A) મુજબ મુદત લંબાવવા બાબત નિર્દેશ – શિવમ સહકારી બેન્ક લિ., ઈચલકરંજી, જી.કોલ્હાપુર, મહરાષ્ટ્ર
નવેમ્બર ૧૫, ૨૦૧૮ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (સહકારી બેંકો ને લગતા) ની ધારા 35(A) મુજબ મુદત લંબાવવા બાબત નિર્દેશ – શિવમ સહકારી શિવમ સહકારી બેન્ક લિ., ઈચલકરંજી, જી.કોલ્હાપુર, મહરાષ્ટ્ર ને ભારતીય રિઝર્વ બેંકના મે ૧૮, ૨૦૧૮ નાં નિર્દેશ નં. DCBS.CO.BSD-I/D-6/12.22.૩૫૧/2017-18 મુજબ, ૧૯ મે ૨૦૧૯ નાં ઓફિસ સમય બાદ થી નિર્દેશાધીન રાખવામાં આવી છે. ભારતીય રિઝર્વે બેંક (RBI), જાહેર જનતાનાં હિતમાં, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ ની ધારા 35A, પેટા ધારા (1) તેમજ સેક્શન 56 અંતર્ગત રિઝર્વ બેંકને મળેલ સત્તા મુજબ જાણ કરે છે કે ઉપરોક્ત નિર્દેશની મુદત, નવેમ્બર ૧૨,૨૦૧૮ ના નિર્દેશ નં. DCBR.CO.AID-/D-19/12.22.351 /2018-2019 થી છ મહિના અર્થાત મે ૧૯, ૨૦૧૯ સુધી વધારવામાં આવી છે. જાહેર જનતાની જાણ માટે, નવેમ્બર ૧૨, ૨૦૧૮ ના નિર્દેશની કોપી બેંક ભવનમાં દર્શાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપરોક્ત મુદત લંબાવવા અને/અથવા સુધારાનો એ અર્થ નથી કે ભારતીય રિઝર્વ બેંક, બેંકનાં પ્રવર્તમાન આર્થિક સુધારાથી સંતુષ્ટ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1127 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: