RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501514

માસ્ટર પરિપત્ર - દીનદયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)

આરબીઆઇ/2017-18/10
એફઆઇડીડી.જીએસએસડી.સીઓ.બીસી નં .04/09.01.01/2017-18

જુલાઈ 01, 2017

ચેરમેન / મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ
તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકો

પ્રિય સર / મેડમ,

માસ્ટર પરિપત્ર - દીનદયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)

કૃપા કરીને દિનદયાલ અંત્યોદય યોજના - નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન અંગેનો 1 લી જુલાઇ, 2016 ના માસ્ટર સર્ક્યુલર એફઆઇડીડી. જીએસએસડી.સીઓ..બીસી નં.07/09.01.01/2016-17 નો સંદર્ભ જુઓ. માસ્ટર પરિપત્રને 30 જૂન, 2017 સુધીના ડી.એ.વાય-એન.આર.એલ.એમ.ના નિર્દેશોનો સમાવેશ કરીને અદ્યતન રીતે અપડેટ કરવામાં આવ્યું છે, જે પરિશિષ્ટમાં સૂચિબદ્ધ છે અને વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે (/en/web/rbi).

માસ્ટર પરિપત્રની એક નકલ સંલગ્ન કરવામાં આવી છે.

આપનો વિશ્વાસુ.

(અજય કુમાર મિશ્ર)
ચીફ જનરલ મેનેજર

સંલગ્ન: ઉપર પ્રમાણે


દીનદયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)

1. પૃષ્ઠભૂમિ

1.1 એપ્રિલ 01, 2013 થી અમલમાં, ગ્રામ વિકાસ મંત્રાલય, ભારત સરકારે સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના(એસજીએસવાય)ની યોજનાનું પુનર્ગઠન કરી તેની જગ્યાએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) તરીકે ઓળખાતો નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. 27 જુન, 2013 ના રોજ આરબીઆઈ પરિપત્ર RPCD.GSSD.CO.No.81 / 09.01.03 / 2012-13 દ્વારા પ્રાદેશિક ગ્રામ્ય બેંકો સહિત તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકોને વિગતવાર 'દિશાનિર્દેશ' પરિપત્રિત કરેલ છે.

1.2 માર્ચ 29, 2016 થી એનઆરએલએમનું નામ બદલીને ડીએવાય-એનઆરએલએમ (દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) થયેલ છે અને તે ગરીબો, ખાસ કરીને સ્ત્રીઓની મજબૂત સંસ્થાઓનું નિર્માણ કરીને ગરીબી ઘટાડવા પ્રોત્સાહન આપવા માટે અને આ સંસ્થાઓને વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓ અને આજીવિકા સેવાઓનો ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવવા માટેનો સરકારનો મુખ્ય કાર્યક્રમ છે. DAY-NRLM એ અત્યંત સઘન કાર્યક્રમ માટે રચાયેલ છે અને તે ગરીબોને વિધેયાત્મક રીતે અસરકારક સમુદાયની માલિકીવાળી સંસ્થાઓમાં એકત્ર કરવા, તેમના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને તેમની આજીવિકાને મજબૂત કરવા માટે માનવ અને ભૌતિક સંસાધનોની સઘન એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. DAY-NRLM, આ ગરીબોને સંસ્થાકીય પ્લેટફોર્મ સેવાઓ પૂરી પાડે છે જેમાં નાણાકીય અને મૂડી સેવાઓ, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવાની સેવાઓ, તકનીકી, જ્ઞાન, કુશળતા અને ઇનપુટ્સ, બજાર જોડાણ વગેરેનો સમાવેશ થાય છે. સમુદાય સંસ્થાઓ પણ વિવિધ હિસ્સેદારો સાથે તેમના અધિકારો અને ઉમેદવારીઓ અને જાહેર સેવાનો ઉપયોગ કરવા માટે ગરીબો માટે વાતાવરણનું નિર્માણ કરીને. સંપાત અને ભાગીદારી માટે એક મંચ ઓફર કરે છે.

1.3 પારસ્પરિક આકર્ષણના આધારે એકસાથે આવતુ એક મહિલા સ્વાવલંબન જૂથ, DAY-NRLM સમુદાય સંસ્થાકીય ડિઝાઇનનું પ્રાથમિક બિલ્ડિંગ બ્લોક છે. DAY-NRLM, ગામડાઓમાં અને ઉચ્ચ કક્ષાએ એસ.એચ.જી. અને તેમના સંઘો સહિત ગરીબ મહિલાઓની સંસ્થાઓનાં મકાન નિર્માણ, સંભાળ અને તેમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વધુમાં, DAY-NRLM ગ્રામીણ ગરીબોની આજીવિકા સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે. જ્યાં સુધી તેઓ અતિશય ગરીબીમાંથી બહાર ન આવે ત્યાં સુધી આ મિશન ગરીબોની સંસ્થાઓને સતત 5-7 વર્ષની મુદત સુધી સાવચેત (handholding) ટેકો પૂરો પાડે છે, DAY- NRLM હેઠળ મુકાયેલ સમુદાય સંસ્થાકીય સ્થાપત્યને વધુ લાંબા સમય સુધી અને વધુ સઘનતા માટે આધાર પૂરો પાડશે.

1.4 DAY-NRLM ના સપોર્ટમાં એસએચજીની તમામ બાબતની ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે જે ખાતરી કરે છે કે જૂથ તેમના સભ્યોને લગતા નાણાકીય સંચાલન, નબળાઈઓ અને મોંઘા દેવાના કરના બોજને પહોંચી વળવા તેમને પ્રારંભિક ભંડોળની સવલત પૂરી પાડવી, SHG ફેડરેશનનું નિર્માણ અને સંભાળ, ફેડરેશનને મજબૂત સપોર્ટ સંસ્થાઓ તરીકે વિકસાવવાનું, ગરીબોને ટકાવી રાખવા માટે આજીવિકા ઉભી કરવી, આજીવિકા સંસ્થાઓનું નિર્માણ અને સંભાળ, તેમના પોતાના સાહસો શરૂ કરવા માટે અથવા સંગઠિત ક્ષેત્રની નોકરીઓ લેવા ગ્રામ્ય યુવાનોના કૌશલ્ય વિકાસ, આ સંસ્થાઓને ચાવી રૂપ વિભાગમાંથી તેમનાં અધિકારો પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવવા, વગેરે જેવા તમામ મુદ્દાઓ પર અસરકારક રીતે થાય.

1.5 DAY-NRLM નું અમલીકરણ એપ્રિલ 2013 થી મિશન પ્રકારમાં (Mission Mode) રહ્યું છે. DAY-NRLM એક માંગ આધારિત અભિગમ અપનાવે છે, જેથી રાજ્યો પોતાના રાજ્યની ચોક્કસ પ્રકારની ગરીબી ઘટાડવાની ક્રિયા યોજના (action plan) તૈયાર કરી શકે. DAY-NRLM રાજ્ય, જીલ્લા અને બ્લોક સ્તરે રાજ્યના ગ્રામીણ આજીવિકા મિશનને તેમના માનવીય સંસાધનોને વ્યાવસાયિક બનાવવા માટે સક્ષમ કરે છે. ગ્રામીણ ગરીબોને ગુણવત્તા સેવાઓની વિશાળ શ્રેણી પૂરી પાડવા માટે રાજયનાં મિશનને સક્ષમ કરાય છે. ગરીબી ઘટાડવાના પરિણામોના લક્ષ્યાંકો સામે દેખરેખ રાખવા DAY-NRLM નિરંતર ક્ષમતા નિર્માણ પર ભાર મૂકે છે, આવશ્યક કુશળતા આપે છે અને ગરીબો માટે (સંગઠિત ક્ષેત્રોમા ઉભરતા લોકો સહીત) આજીવિકાની તકો સાથે સંગઠિત બનાવે છે. SRLM અથવા ભાગીદાર સંસ્થાઓ અથવા એનજીઓ દ્વારા જે બ્લોક અને જીલ્લાઓમાં DAY-NRLM ના તમામ ઘટકો લાગુ કરવામાં આવશે તે સઘન બ્લોક્સ અને જિલ્લાઓ હશે, જ્યારે બાકીના બિન-સઘન બ્લોક્સ અને જિલ્લાઓ હશે. સઘન જિલ્લાઓની પસંદગીઓ રાજ્યો દ્વારા જનસંખ્યાની ભેધ્યતા(vulnerability) પર આધારિત છે. તે આગામી 7-8 વર્ષોમાં તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે. સમય જતાં દેશના તમામ બ્લોક્સ સઘન બ્લોક્સ બનશે. DAY-NRLM ની મુખ્ય લાક્ષણિકતાઓ પરિશિષ્ટ-I માં રજૂ કરવામાં આવી છે.

2. મહિલા એસએચજી અને તેમના મંડળો

2.1 DAY-NRLM હેઠળ મહિલા એસએચજીમાં 10-20 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ખાસ એસ.એચ.જી.ના કિસ્સામાં, દા.ત. મુશ્કેલ વિસ્તારોમાંના જૂથ, અપંગ વ્યક્તિઓના જૂથો, અને દૂરસ્થ આદિજાતિ વિસ્તારોમાં રચાયેલા જૂથોમાં આ સંખ્યા ઓછામાં ઓછી 5 વ્યક્તિઓ હોઈ શકે છે.

2.2 DAY-NRLM, સામ્યતા આધારિત સ્ત્રીઓને પ્રોત્સાહન આપે છે.

2.3 માત્ર વિકલાંગ વ્યકિતઓ અને વડીલો, ટ્રાન્સજેન્ડર જેવા અન્ય વિશિષ્ટ વર્ગો સાથે જૂથો રચવા માટે DAY-NRLM માં સ્વ-સહાયતા જૂથોમાં પુરુષો અને સ્ત્રીઓ બંને હશે.

2.4 એસએચજી એક અનૌપચારિક જૂથ છે અને તારીખ જુલાઈ 24, 1991 નાં પરિપત્ર RPCD.No. Plan BC.13/PL-09.22/90-91 મુજબ કોઈપણ સોસાયટી એક્ટ,રાજ્ય સહકારી કાયદો અથવા ભાગીદારી પેઢી હેઠળ તેની નોંધણી ફરજિયાત નથી. જો કે, ગ્રામ, ગ્રામ પંચાયત, ક્લસ્ટર અથવા ઉચ્ચ સ્તરે રચાયેલ સ્વયં સહાય સમૂહોના ફેડરેશન તેમના રાજ્યોમાં પ્રવર્તમાન યોગ્ય કાયદા હેઠળ નોંધણી કરાવી શકે છે.

SHGs માટે નાણાકીય સહાય

3. રીવોલ્વિંગ ફંડ (RF):

DAY-NRLM ઓછામાં ઓછા 3/6 મહિનાના સમયગાળા માટે અસ્તિત્વ ધરાવતી અને સારા એસએચજીના ધોરણોનું પાલન કરતી, એટલે કે જેઓ નિયમિત બેઠકો, નિયમિત બચત, નિયમિત આંતરિક ધિરાણ, નિયમિત વસૂલાત અને યોગ્ય હિસાબી ચોપડાઓની જાળવણી નાં 'પંચસૂત્ર' નું પાલન કરે છે, એવી એસએચજી ને રિવોલ્વિંગ ફંડ (આરએફ) ની સહાય આપશે. માત્ર એવી એસએચજી કે જેણે અગાઉ કોઈ આરએફ મેળવ્યું નથી, તેવી દરેક એસએચજી ને આરએફ કોર્પસ તરીકે ઓછામાં ઓછા 10,000 અને મહત્તમ 15,000 સુધી.પૂરા પાડવામાં આવશે. આરએફનો હેતુ તેમની સંસ્થાકીય અને નાણાકીય વ્યવસ્થાપન ક્ષમતાને મજબૂત કરવાનો છે અને જૂથમાં સારા ધિરાણ ઇતિહાસનું નિર્માણ કરવાનો છે.

4. DAY-NRLM હેઠળ કેપીટલ સબસીડી બંધ કરવામાં આવી છે:

કોઈપણ એસએચજીને DAY-NRLM ના અમલીકરણની તારીખથી કોઈ પણ કેપિટલ સબસિડી મંજૂર કરવામાં આવશે નહીં.

5. સમુદાય ઇન્વેસ્ટમેંટ સપોર્ટ ફંડ (CIF)

ગ્રામ્ય સ્તરે / ક્લસ્ટર સ્તર પર ફેડરેશન નાં રૂટ થી, ફેડરેશન્સ દ્વારા કાયમી જાળવવામાં આવે એવ સઘન બ્લોક્સમાં એસએચઆઈજીને સીઆઈએફ આપવામાં આવશે. ફેડરેશન દ્વારા એસએચજીને લોન આપવા માટે અને/અથવા સામાન્ય/સામૂહિક સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે સીઆઇએફનો ઉપયોગ કરવામાં આવશે,

6. વ્યાજ સબવેન્સન (સહાય) ની શરુઆત:

બેન્કો/નાણાકીય સંસ્થાઓ પાસેથી મહિલા એસએચજી દ્વારા લેવાતા તમામ ધિરાણ પર સ્વૈચ્છિક સંસ્થા દીઠ મહત્તમ 3,00,000 સુધી, બેન્કોના લેન્ડિંગ રેટ અને 7% વચ્ચેના તફાવતને આવરી લેવા માટે, DAY-NRLM પાસે વ્યાજ સહાયક જોગવાઈ છે. આ યોજના દેશભરમાં બે રીતે ઉપલબ્ધ રહેશે:

(I) નક્કી કરેલ 250 જિલ્લાઓમાં, બેંકો મહિલા એસએચજીને 3,00,000/-ની કુલ લોનની રકમ સુધી @ 7 ટકા લેખે ધિરાણ આપશે. પ્રોમ્પ્ટ ચુકવણી પર એસએચજીને 3% ની વધારાની વ્યાજ સબવેન્સન સવલત પણ મળશે, જેને લીધે વ્યાજનો અસરકારક દર ઘટીને 4% થશે.

(II) બાકી રહેલા જીલ્લાઓમાં પણ, DAY-NRLM હેઠળની તમામ મહિલા એસએચજી ને કરેલ 3,00,000 સુધીની લોન માટે સંબંધિત SRLMs દ્વારા લાગુ માપદંડ મુજબ ધિરાણ દરો અને 7% વચ્ચેના તફાવતની હદ સુધી વ્યાજ સહાયક માટે લાયક છે. યોજનાનો આ ભાગ SRLMs દ્વારા કાર્યરત કરવામાં આવશે.

(જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોને ઓગસ્ટ 25, 2016 ના રોજ 2016-17નાં વર્ષ માટે વ્યાજ સહાયક માર્ગદર્શિકા અને દેશભરમાં તેની કામગીરી અંગેની વિગતવાર માર્ગદર્શિકા અને યોજનાની અમલીકરણ પ્રક્રિયા અંગે 250 ઓળખીકૃત જિલ્લાઓની યાદી સહિત એક અલગ પરિપત્ર મોકલવામાં આવ્યો હતો. યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ અને અમલીકરણની કાર્યપદ્ધતિ પરિશિષ્ટ-II માં સંલગ્ન છે.

અનુગામી વર્ષ માટે વ્યાજ સબવેન્સન અંગે ભારત સરકાર/આરબીઆઈ દ્વારા બેંકોને અલગ રીતે જાણ કરવામાં આવશે.

7. બેંકોની ભૂમિકા:

7.1 બચત ખાતું ખોલવાનું:

7.1.1 એસએચજીનું બચત ખાતું ખોલવાનું:

અપંગતાI (વિકલાંગતા) ધરાવતા સભ્યો અને એસએચજીના સંગઠનો સહિત તમામ મહિલા SHGs માટે ખાતું ખોલવા સાથે બેન્કોની ભૂમિકા શરૂ થશે. એસએચજીના સંબંધમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સમય-સમય પર નિર્ધારિત 'તમારા ગ્રાહકને જાણો' (કેવાયસી) નાં નિયમો લાગુ પડશે. સ્વૈચ્છિક સહાયતા જૂથો માટે બચત અને લોન ખાતા અલગ અલગ જાળવવા માટે બેંકોને સલાહ આપવામાં આવે છે.

7.1.2 એસએચજીના ફેડરેશન નું બચત ખાતું ખોલવાનું:

બૅન્કોને ગ્રામ, ગ્રામ પંચાયત, ક્લસ્ટર અથવા ઉચ્ચ સ્તરે એસએચજીના ફેડરેશનનું બચત ખાતું ખોલવા સલાહ આપવામાં આવે છે. આ એકાઉન્ટ્સને 'એસોસિયેશન ઓફ વ્યક્તિઓ (AoP)' માટેનાં બચત ખાતા તરીકે વર્ગીકૃત કરી શકાય છે. આવા ખાતાઓના સહી કરનારાઓ (signatories) માટે રિઝર્વ બેન્ક દ્વારા સમય-સમય પર નિર્ધારિત કરવામાં આવતા 'તમારા ગ્રાહકને જાણો' (કેવાયસી) નિયમો લાગુ થશે.

7.1.3 એસએચજી અને એસએચજીના નાં ફેડરેશનનાં બચત ખાતામાં વહેવારો:

એસએચજી અને તેમના ફેડરેશનને તેમના સંબંધિત બચત ખાતા મારફતે નિયમિત ધોરણે વ્યવહારો કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે આને સરળ બનાવવા માટે વ્યવસાયી કોરસપોન્ડન્ટ એજન્ટ્સ(BCAs) દ્વારા સંચાલિત રિટેલ આઉટલેટ્સ પર એસએચજી અને તેમના ફેડરેશનના સંયુક્ત રીતે સંચાલિત બચત ખાતામાં વ્યવહારો કરવા બેંકોને સલાહ આપવામાં આવે છે. 24 મી જુન, 2014 ના પરિપત્ર DBOD.No.BAPD.BC.122./22.01.009/2013-14 મુજબ મંજુરી અપાયેલ વ્યવસાય કોરસપોન્ડન્ટ એજન્ટ્સ(BCAs) મારફતે એસએચજી અને તેમના ફેડરેશનને આ પ્રકારની બધી સેવાઓનો ઉપયોગ કરવા આવી બધી સેવાઓ આપવા પણ બૅન્કોને સલાહ આપવામાં આવે છે

7.2 ધિરાણ ધોરણો:

7.2.1 એસ.એચ.જી. માટે લોન્સ મેળવવા માટે લાયકાતના માપદંડ:

  • એસએચજીનાં હિસાબી ચોપડા અનુસાર ઓછામાં ઓછા છેલ્લા 6 મહિનાથી એસએચજી (SHG) સક્રિય અસ્તિત્વમાં ના વ્યક્તિ હોવા જોઈએ અને નહીં કે સેવિંગ બેંક એકાઉન્ટ ખોલવાની તારીખથી.

  • એસએચજી 'પંચસૂત્ર' એટલે કે નિયમિત સભાઓ; નિયમિત બચત; નિયમિત આંતર લોન; સમયસર ચુકવણી; અને એકાઉન્ટ્સના અપ-ટૂ-ડેટ ચોપડાઓને અનુસરતી પ્રેક્ટિસ કરતી હોવી જોઈએ.

  • નાબાર્ડ દ્વારા નક્કી કરાયેલા ગ્રેડિંગ ધોરણો અનુસાર ક્વોલિફાઈડ થયેલ હોય; જ્યારે જ્યારે એસએચજીના ફેડરેશન અસ્તિત્વમાં આવે ત્યારે, બેંકોને ટેકો આપવા માટે ફેડરેશન્સ દ્વારા ગ્રેડીંગ કવાયત કરી શકાય છે.

  • હાલની નિષ્ક્રિય એસએચજી જો પુનર્જીવિત થાય અને ઓછામાં ઓછા ત્રણ મહિના માટે સક્રિય રહેવાનું ચાલુ રહે તો તે પણ ધિરાણ માટે પાત્ર છે.

7.2.2 લોનની રકમ:

DAY-NRLM હેઠળ સહાયતાની બહુવિધ ડોઝ માત્રા ભાર મૂકવામાં આવ્યો છે.આનો અર્થ એવો થાય કે તે સમયાંતરે, ટકાઉ આજીવિકા લેવા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે ઊંચી માત્રામાં ક્રેડિટ મેળવવા માટે તેમને સક્ષમ કરવા ધિરાણના પુનરાવર્તિત ડોઝ દ્વારા એસએચજીની સહાય કરે છે. જરૂરિયાતને આધારે એસએચજીઓ ક્યાં તો ટર્મ લોન (ટીએલ) અથવા કેશ ક્રેડિટ લિમિટ (CCL) લોન અથવા બંને મેળવી શકે છે. જરૂરિયાતના કિસ્સામાં અગાઉની લોન બાકી હોય તો પણ વધારાની લોન મંજૂર કરી શકાય છે

જુદી જુદી સુવિધાઓ હેઠળ ધિરાણની રકમ નીચે પ્રમાણે હોવી જોઈએ:

કેશ ક્રેડિટ લિમિટ (CCL): CCL ના કિસ્સામાં, બેન્કોને પ્રત્યેક યોગ્ય સ્વૈચ્છિક સહાયક જૂથોને 5 વર્ષની મુદત માટે વાર્ષિક ડ્રોઇંગ પાવર (ડીપી) સાથે ઓછામાં ઓછી 5 લાખની લોન મંજૂર કરવાની સલાહ આપવામાં આવે છે. એસએચજીના ચુકવણીની કામગીરીના આધારે ડ્રોઇંગ પાવર વાર્ષિક ધોરણે વધારી શકાય છે.

ડ્રોઇંગ પાવરની ગણતરી નીચે પ્રમાણે કરી શકાય છે:

• પ્રથમ વર્ષ માટે ડીપી:

હાલના કોર્પસના 6 ગણા અથવા લઘુતમ 1 લાખ, જે વધારે હોય;

• બીજા વર્ષ માટે ડીપી:

સમીક્ષા / વૃદ્ધિ સમયે કોર્પસના 8 ગણા અથવા ઓછામાં ઓછા 2 લાખ, જે વધારે હોય તે

• ત્રીજા વર્ષ માટે ડીપી:

એસએચજી દ્વારા તૈયાર કરવામાં આવેલ લઘુત્તમ ધિરાણ યોજના(Micreo credit Plan) પર આધારિત અને ફેડરેશન / સપોર્ટ એજન્સી અને અગાઉની ક્રેડિટ હિસ્ટરી દ્વારા મૂલ્યાંકિત ઓછામાં ઓછા 3 લાખ.

• ચોથl વર્ષ માટે ડીપી

માઇક્રો ક્રેડિટ પ્લાન પર આધારિત અને એસએચજી દ્વારા તૈયાર અને ફેડરેશન / સપોર્ટ એજન્સી અને અગાઉના ક્રેડિટ હિસ્ટરી દ્વારા મૂલ્યાંકિત ઓછામાં ઓછી 5 લાખ

ટર્મ લોન:

ટર્મ લોનના કિસ્સામાં, બેંકોને નીચે જણાવેલ માત્રામાં લોનની રકમની મંજૂરી આપવા સલાહ આપવામાં આવે છે:

  • પ્રથમ ડોઝ: હાલના કોર્પસના 6 ગણા અથવા ઓછામાં ઓછો 1 લાખ, જે વધારે હોય તે.

  • બીજું ડોઝ: હાલના કોર્પસના 8 ગણા અથવા ઓછામાં ઓછા 2 લાખ, જે વધારે હોય તે.

  • ત્રીજો ડોઝ: એસએચજી દ્વારા તૈયાર કરવામાં આવેલા માઇક્રો ક્રેડિટ પ્લાન પર આધારિત અને ફેડરેશન / સપોર્ટ એજન્સી અને અગાઉના ક્રેડિટ હિસ્ટ્રી દ્વારા મૂલ્યાંકિત, ઓછામાં ઓછા 3 લાખ.

  • ચોથો ડોઝ: એસએચજી દ્વારા તૈયાર કરવામાં આવેલા માઇક્રો ક્રેડિટ પ્લાન પર આધારિત અને ફેડરેશન / સપોર્ટ એજન્સી અને અગાઉના ક્રેડિટ હિસ્ટ્રી દ્વારા મૂલ્યાંકિત, ઓછામાં ઓછા 5 લાખ. યોગ્ય એસએચજીને પુનરાવર્તિત લોન પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે બેંકોએ જરૂરી પગલાં લેવા જોઈએ. એપ્લિકેશનના ટ્રેકિંગ અને સમયસર નિકાલ માટે એસએચજીના લોન એપ્લિકેશનની ઓનલાઇન રજૂઆત માટેની એક પદ્ધતિ સંસ્થાગત કરવા બેંકોને DAY-NRLM સાથે કામ કરવાની સલાહ આપવામાં આવે છે.

{કોર્પસમાં એસએચજી દ્વારા મેળવવામાં આવતા રીવોલ્વીંગ ભંડોળ, જો કોઈ હોય તો, તેની પોતાની બચત, એસએચજી દ્વારા તેના સભ્યોને ધિરાણમાંથી આવતી કમાણીથી, અન્ય સ્રોતમાંથી આવક, અને અન્ય સ્રોતમાંથી મેળવેલ ફંડ(બીજી સંસ્થાઓ /એનજીઓ દ્વારા પ્રમોટ થયેલ હોય એવા કિસ્સામાં) } નો સમાવેશ થાય છે.

7.3 લોન અને ચુકવણીનો હેતુ:

7.3.1 એસએચજી દ્વારા તૈયાર કરાયેલ માઇક્રો ક્રેડિટ પ્લાન પર આધારિત, લોનની રકમ સભ્યોમાં વહેંચવામાં આવશે. સભ્યો દ્વારા સમાજની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, ઊંચા ખર્ચનાં દેવાનું સ્વૅપિંગ, ઘરનાં બાંધકામ અથવા સમારકામ, શૌચાલયનું નિર્માણ અને એસએચજીની અંદરના વ્યક્તિગત સભ્યો દ્વારા ટકાઉ આજીવિકા અપનાવવા અથવા એસએચજી દ્વારા શરૂ કરવામાં આવતી કોઈપણ સંભવિત સામાન્ય પ્રવૃત્તિ માટે નાણા પુરા પાડવા લોન નો ઉપયોગ કરી શકાય છે.

7.3.2 ચુકવણી શેડ્યૂલ નીચે મુજબ હોઇ શકે છે:

  • પ્રથમ વર્ષ / લોન નો પ્રથમ ડોઝ, માસિક / ત્રિમાસિક હપતામાં, 6-12 મહિનામાં ચૂકવવામાં આવશે.

  • દ્વિતીય વર્ષ / લોન નો દ્વિતીય ડોઝ, માસિક / ત્રિમાસિક હપતામાં, 12-24 મહિનામાં ચૂકવવામાં આવશે.

  • તૃત્તીય વર્ષ / લોન નો તૃત્તીય ડોઝ, માસિક / ત્રિમાસિક હપતામાં, 24-36 મહિનામાં ચૂકવવામાં આવશે.

  • ચતુર્થ વર્ષ / લોન નાં ચતુર્થ ડોઝની આગળ માસિક / ત્રિમાસિક હપતામાં, કેશ ફ્લો પર આધારિત 3- 6 વર્ષની અંદર ચૂકવવામાં આવશે.

7.4. સુરક્ષા અને માર્જિન:

એસએચજી માટે 10.00 લાખની મર્યાદા સુધી કોઈ કોલેટરલ નહી અને કોઈ માર્જિન નહીં રખાય. એસએચજીના સેવિંગ બેન્ક ખાતા સામે કોઈ લીએન ને ધ્યાનમાં લેવો જોઈએ નહીં અને લોન મંજુર કરતી વખતે કોઈ ડિપોઝિટનો આગ્રહ કરવો જોઇએ નહીં.

7.5. ડિફોલ્ટર્સ સાથે વ્યવહાર:

7.5.1 તે ઇચ્છનીય છે કે હેતુ પૂર્વક થયેલા(wilful) ડિફોલ્ટર્સને DAY-NRLM હેઠળ નાણાં ન ધીરવા જોઈએ. જો વિલફુલ ડિફોલ્ટર જૂથના સભ્યો હોય, તો તેઓ રિવોલ્વિંગ ફંડની સહાયથી ઉભા કરેલ કોર્પસ સહિતના જૂથની બચત અને ધિરાણ પ્રવૃત્તિઓમાંથી લાભ મેળવવાની મંજૂરી આપી શકે છે. પરંતુ એસએચજી દ્વારા તેના સભ્યો દ્વારા આર્થિક પ્રવૃત્તિઓને ધિરાણ માટે બેંક લોનની મુલ્યાન્કનના તબક્કે, જ્યાં સુધી બાકીની લોન ચૂકવવામાં ન આવે. ત્યાં સુધી વીલફુલ ડિફોલ્ટર્સેને આવી બૅન્ક લોનનો લાભ ન મળવો જોઈએ. જૂથના વીલફુલ ડિફોલ્ટર્સને DAY-NRLM યોજના હેઠળ લાભો ન મળવા જોઈએ અને લોનનું ડોક્યુમેન્ટેસન નોંધણી કરતી વખતે આવા ડિફોલ્ટર્સને બાદ કર્યા પછી જૂથને નાણાં પુરા પાડવામાં આવી શકે છે. જો કે, બૅન્કોએ એસએચજીના વ્યક્તિગત સભ્યોના અન્ય સભ્યોના પરિવારજનો અથવા બેંક સાથે ડિફોલ્ટર હોવાના બહાને સમગ્ર એસએચજીને લોન નકારી ન કાઢવી જોઈએ. વધુમાં, બિન-ઇરાદાપૂર્વક ડિફોલ્ટર્સને લોન પ્રાપ્ત કરવાથી ડીબાર કરવો જોઈએ નહીં. વધુમાં, જો ડિફોલ્ટ વાસ્તવિક કારણ ને લીધે હોય તો, બેંકો પુનરાવર્તિત ચુકવણી શેડ્યૂલ સાથેના એકાઉન્ટનું પુનર્ગઠન કરવા માટે સૂચવવામાં આવેલા ધોરણોને અનુસરી શકે છે.

8. ક્રેડિટ લક્ષ્યાંક આયોજન

8.1 એસએલબીસી પેટા-સમિતિ, નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંભવિત લિંક્ડ પ્લાન / સ્ટેટ ફોકસ પેપરના આધારે, જિલ્લાવાર, બ્લોક મુજબ અને શાખા મુજબના ક્રેડિટ પ્લાન ઘડી શકે છે. પેટા-સમિતિએ હાલના એસએચજી, નવા એસએચજી અને ક્રેડિટ લક્ષ્યો સિદ્ધ કરવા માટે SRLM દ્વારા સૂચવવામાં આવેલ નવા અને પુનરાવર્તિત લોન માટે પાત્ર એસએચજીની સંખ્યાને ધ્યાનમાં લેવી જોઈએ. આ રીતે નક્કી થયેલ લક્ષ્યો એસએલબીસીમાં મંજૂર થવા જોઈએ અને અસરકારક અમલીકરણ માટે સમયાંતરે તેની સમીક્ષા અને નિરીક્ષણ થવું જોઈએ.

8.2. જીલ્લાવાર ધિરાણ યોજનાઓ અંગે DCCને જાણ કરવી જોઇએ.કન્ટ્રોલર્સ દ્વારા બ્લોક -વાઈઝ / ક્લસ્ટર-વાઈઝ લક્ષ્યોની બેંક શાખાઓ ને જાણ કરવી જોઈ.

9. પોસ્ટ ક્રેડિટ ફોલો-અપ

9.1 એસએચજીને પ્રાદેશિક ભાષાઓમાં લોન પાસબુકો જારી કરી શકાશે જેમાં તેમના માટે વિતરિત લોનની તમામ વિગતો અને મંજૂર કરેલ લોન પર લાગુ શરતો અને શરતોનો સમાવેશ થઈ શકે છે. એસએચજી દ્વારા કરવામાં આવેલા દરેક વ્યવહાર સાથે પાસબુક અપડેટ થવી જોઈએ. નાણાકીય સાક્ષરતાના ભાગ રૂપે દસ્તાવેજ કરવાના સમયે અને લોનના વિતરણ વખતે નિયમો અને શરતો સમજાવવા તે સલાહભર્યું છે.

9.2 બેન્કોની શાખાઓ પંદર દિવસમાં સમયમાં એક દિવસ એવો રાખશે જે સ્ટાફને ક્ષેત્ર પર જવા માટે અને એસએચજી અને ફેડરેશન્સની સભાઓની મિટિંગમાં એસએચજી ની કામગીરીનું નિરિક્ષણ કરવા હાજરી આપવા, એસએચજીની મીટીંગ અને કામગીરીની નિયમિતતા પર પર ટ્રેક રાખવામાં મદદરૂપ થાય.

10. ચુકવણી:

પ્રોગ્રામની સફળતાને સુનિશ્ચિત કરવા માટે લોન્સની સત્વર ચુકવણી જરૂરી છે. લોનની વસૂલાતની ખાતરી કરવા બેંકો, વ્યક્તિગત સંપર્ક, જિલ્લા રિસર્ચ મેનેજમેન્ટ એકમો (DPMU) / DRDA સાથે સંયુક્ત રિકવરી કેમ્પનું આયોજન સંસ્થા વગેરે જેવા તમામ શક્ય પગલાં લેશે. લોન વસુલાતનું મહત્વ ધ્યાનમાં રાખીને બેન્કોએ દર મહિને DAY-NRLM હેઠળ ડિફોલ્ટિંગ એસએચજીની સૂચિ તૈયાર કરવી જોઈએ અને BLBC, DLCC બેઠકોમાં સૂચિને રજૂ કરવી જોઈએ. આનાથી જિલ્લા / બ્લોક સ્તરે DAY-NRLM નાં કર્મચારીઓ વસુલાત શરૂ કરવામાં બેન્કોને મદદ કરે તે સુનિશ્ચિત થશે.

11. બેંક અધિકારીઓની SRLMs માં પ્રતિનિયુક્તિ

(ડીએમએમયુ) / ડીઆરડીએને મજબૂત કરવા અને વધુ સારા ક્રેડિટ એન્વાયર્નમેન્ટને પ્રોત્સાહન આપવા માટેના એક પગલા તરીકે, બેંક અધિકારીઓનું DPMU/DRDA માં પ્રતિનિધિત્વ સૂચવવામાં આવેલ છે. રાજ્ય સરકારો/DRDA ને તેમની સાથે પરામર્ષ કરીને બેંકો જુદા સ્તરોએ અધિકારીઓને ડેપ્યુટ કરવાનું વિચારી શકે છે.

12. યોજનાનું અવેક્ષણ (supervision) અને દેખરેખ

બેંકો પ્રાદેશિક/ઝોનલ કચેરીઓ પર DAY-NRLM કક્ષ સેટ કરી શકે છે. આ યોજના માટેની માર્ગદર્શિકાનાં અમલીકરણની ખાતરી કરવા માટે, આ કક્ષોએ સમયાંતરે એસએચજી (SHG) માં ધિરાણના પ્રવાહની સમીક્ષા કરવી જોઈએ, શાખાઓમાંથી માહિતી એકત્રિત કરવી જોઈએ અને મુખ્ય કાર્યાલય તથા જિલ્લા/બ્લોકમાં DAY-NRLM એકમો ને એકત્રિત ડેટા ઉપલબ્ધ કરાવવો જોઈએ. આ કક્ષે રાજ્ય સ્ટાફ અને તમામ બૅન્કો સાથે અસરકારક સંદેશાવ્યવહાર જાળવી રાખવા માટે એસએલબીસી, બીએલબીસી અને ડીસીસી બેઠકોમાં નિયમિતપણે આ એકત્રિત ડેટાની ચર્ચા કરવી જોઈએ

12.1 સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ:

એસએચજી-બેન્ક લિંકેજ પર એસએલબીસી એક પેટા-સમિતિની રચના કરશે. આ પેટા-સમિતિમાં રાજ્યમાં કામગીરી કરનાર તમામ બૅન્કોના સભ્યો, આરબીઆઈ, નાબાર્ડ, એસઆરએલએમના સીઇઓ, રાજ્ય ગ્રામીણ વિકાસ વિભાગના પ્રતિનિધિઓ, સેક્રેટરી-ઇન્સ્ટિટ્યુશનલ ફાઈનાન્સ અને ડેવલપમેન્ટ વિભાગોના પ્રતિનિધિઓ વગેરે હોવા જોઈએ. એસએચજી-બેન્ક લિન્કેજની સમીક્ષા, અમલીકરણ અને દેખરેખ અને ક્રેડિટ લક્ષ્યની સિધ્ધિમાં અવરોધરૂપ મુદ્દાનાં ચોક્કસ એજન્ડા સાથે પેટા-સમિતિ દર મહિનામાં એકવાર મળશે. એસએલબીસીના નિર્ણયો પેટા-સમિતિના અહેવાલોના વિશ્લેષણમાંથી લેવામાં આવવા જોઈએ.

12.2 જીલ્લા સંકલન સમિતિ:

DCC (DAY-NRLM પેટા-સમિતિ) જિલ્લા સ્તરે એસએચજી (SHG) ને ધિરાણના પ્રવાહની નિયમિત દેખરેખ રાખે છે અને જીલ્લા કક્ષાએ એસએચજીને ધિરાણ પ્રવાહ અવરોધે એવા મુદ્દાઓને ઉકેલે છે. આ સમિતિની મીટિંગમાં એલડીએમ, નાબાર્ડનાં એજીએમ, બેન્કોના જિલ્લા સંકલનકારો અને DAY-NRLM અને એસએચજી સંઘના કાર્યકરોના પ્રતિનિધિત્વ કરતા DPMU સ્ટાફની ભાગીદારી હોવી જોઈએ

12.3 બ્લોક લેવલ બેન્કર્સ કમિટી:

BLBC નિયમિતપણે મળશે અને બ્લોક સ્તર પર એસએચજી બૅન્ક લિન્કેજ ના ​​મુદ્દાઓ ઉઠાવશે. આ સમિતિમાં, એસએચજી/એસએચજીના સંગઠનોને ફોરમમાં તેમનો અવાજ વધારવા માટે સભ્યો તરીકે સામેલ કરવા જોઈએ. BLBC માં SHG ક્રેડિટની શાખા મુજબની સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવશે (આ હેતુ માટે પરિશિષ્ટ બી અને સી ઉપયોગમાં લેવાશે).

12.4 લીડ ડિસ્ટ્રિક્ટ મૅનેજરોને જાણ કરવી:

પ્રત્યેક મહિને એલડીએમ માટે પરિશિષ્ટ 'IV' અને પરિશિષ્ટ “V” ના ફોર્મેટમાં અને એસએલબીસી દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ સ્ટિયરિંગ કમિટી / પેટા-કમિટી ને આગળ મોકલવા શાખાઓ DAY-NRLM ની વિવિધ પ્રવૃત્તિઓ હેઠળ પ્રગતિ અહેવાલ અને દોષિતતા અહેવાલ રજૂ કરી શકે છે

12.5 આરબીઆઈને અહેવાલ આપવો:

બેંકો DAY-NRLM પર કરેલી પ્રગતિ પર રાજ્યવાર એકીકૃત અહેવાલ , ત્રિમાસિક અંતરાલ પર આરબીઆઈ / નાબાર્ડને મોકલે.

12.6 એલબીઆર રીટર્ન:

એલબીઆર રીટર્ન સબમિટ કરવાની હાલની પ્રક્રિયા યોગ્ય કોડને રજૂ કરી ચાલુ રાખવાની છે.

13. ડેટા શેરિંગ:

વસુલાત વગેરે સહિત વિવિધ વ્યૂહરચનાઓની શરૂઆત માટે DAY-NRLM અથવા સ્ટેટ ગ્રામીણ આજીવિકા મિશન્સ (SRLM) ને પરસ્પર સંમત બંધારણ/અંતરાલ પર ડેટા શેરીંગ કરવામાં આવી શકે છે. સીધા-સીબીએસ પ્લેટફોર્મ પરથી DAY-NRLM અથવા SRLM સાથે એસએચજી માટે ફાઇનાન્સિંગ બૅન્કોને લોન અંગે નિયમિતપણે માહિતી શેર કરવાની સલાહ આપવામાં આવે છે.

14. બેંકરોને DAY-NRLM સપોર્ટ:

14.1 એસઆરએલએમ વિવિધ સ્તરે મુખ્ય બેંકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવશે. પરસ્પર લાભદાયી સંબંધ માટે તે બૅન્કો અને ગરીબો , બંને માટે સક્ષમ સ્થિતિ બનાવશે.

14.2 એસઆરએલએમ (SRLM) નાણાકીય સાક્ષરતા આપીને, બચત, ધિરાણ અને તાલીમ અંગેની સલાહ સેવાઓ આપીને, ક્ષમતા નિર્માણમાં જડિત ક્ષમતાનાં ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગની બાબતોમાં તાલીમ આપીને એસએચજીની મદદ કરશે.

14.3 SRLMs એસએચજીના ધિરાણમાં સામેલ દરેક બેંક શાખા સાથે ગ્રાહક સંબંધ મેનેજરોની સેવાઓનો ઉપયોગ કરીને (એટલે કે બેંક મિત્ર/સખી), ગરીબ ગ્રાહકો માટે બેન્કિંગ સેવાઓની ગુણવત્તા સુધારવા માટે, બાકી રહેલી રકમની વસૂલાત માટે ફોલો-અપ સહિત, જો કોઈ હોય તો, SRLM બેન્કો માટે સહકાર આપશે. બેન્કની મિત્ર/સખીને તેમની ભૂમિકા ભજવવામાં જરૂરી સહકાર વધારવા સલાહ આપવામાં આવે છે

14.4 આઇટી મોબાઇલ ટેક્નોલૉજી અને ગરીબ, યુવા અથવા વ્યાપાર સુવિધાકારો અને બિઝનેસ સંવાદદાતાઓ તરીકે એસએચજી સભ્યની સંસ્થાઓનું ઉત્થાન

14.5. સમુદાય આધારિત રિપેમેન્ટ મિકેનિઝમ (CBRM):

એસએચજી બેન્ક લિંન્કેજ માટે ગામ/ ક્લસ્ટર/ બ્લોક સ્તરે એક વિશિષ્ટ સબ – સમિતિની રચના કરી શકાય છે જે લોનની રકમ, વસૂલાત વગેરેનો યોગ્ય ઉપયોગ કરવા બેન્કોને ટેકો આપશે, બેંક લિન્કેજને લગતા એજન્ડા સાથે બ્રાન્ચની જગ્યામાં, શાખા મેનેજરની અધ્યક્ષતા હેઠળ પ્રોજેક્ટ સ્ટાફ સાથે દરેક ગ્રામ્ય સ્તર ફેડરેશનના બેંક કડી ઉપ-સમિતિના સભ્યો મહિનામાં એકવાર મળશે.


પરિશિષ્ટ I

DAY-NRLM ની મુખ્ય લાક્ષણિકતાઓ

1. વૈશ્વિક સામાજિક મોબિલાઇઝેશન:

પ્રથમ તો ડે-એનઆરએલએમ એ સુનિશ્ચિત કરશે કે દરેક ગ્રામ્ય ગરીબ ગૃહમાંથી ઓછામાં ઓછા એક સભ્ય, સ્ત્રી ઈચ્છનીય, ને સ્વયં સહાયતા જૂથ (એસએચજી) નેટવર્ક હેઠળ સમયબદ્ધ રીતે લાવવામાં આવે . ત્યારબાદ ખેડૂતોની સંસ્થાઓ, દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થાઓ, વણકરોનું સંગઠન વગેરે એટલે કે આજીવિકાના મુદ્દાઓને ધ્યાનમાં લેવા માટે મહિલાઓ અને પુરુષો બંનેનું આયોજન કરવામાં આવશે. આ તમામ સંસ્થાઓ સમાવિષ્ટ છે અને તેમાંના કોઈ ગરીબને છોડી દેવામાં આવશે નહીં. બીપીએલ પરિવારોના 100% કવરેજના અંતિમ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને, DAY-NRLM, સમાજના નબળા વર્ગના પૂરતા પ્રમાણમાં કવરેજને સુનિશ્ચિત કરશે જેમ કે 50 ટકા લાભાર્થીઓ એસસી / એસટી, 15 ટકા લઘુમતીઓ અને 3 ટકા લોકો વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ.

2. ગરીબોની સહભાગી ઓળખ (PIP):

SGSYનો અનુભવ સૂચવે છે કે વર્તમાન બીપીએલ યાદીમાં સમાવેશ અને બાકાત અંગે મોટી ભૂલો છે. DAY-NRLM, બીપીએલ યાદીની બહારનાં લક્ષ્ય જૂથને વિસ્તૃત કરવા અને તમામ જરૂરિયાતમંદ ગરીબો સમાવવા માટે સમુદાય આધારિત પ્રક્રિયા એટલે કે લક્ષ્ય જૂથને ઓળખવા માટેની પ્રક્રિયામાં ગરીબોની ભાગીદારી હાથ ધરશે. સ્થાનિક રીતે સમજેલા અને સ્વીકારેલા માપદંડ સહીત સાઉન્ડ મેથોડોલોજી અને ટૂલ્સ (સામાજિક મેપિંગ અને સુખાકારીનું વર્ગીકરણ, અવક્ષય સૂચકાંકો) પર આધારિત સહભાગી પ્રક્રિયા સ્થાનિક સહમતિની ખાતરી કરે છે, અજાણતામાં રહી ગયેલ સમાવેશ અને બાકાત ભૂલોને ઘટાડે છે અને પારસ્પરિક સમાનતાના આધારે જૂથ રચના સક્રિય કરે છે. ગરીબોને નક્કી કરવા માટેની સહભાગી પદ્ધતિ આંધ્ર પ્રદેશ, કેરળ, તમિળનાડુ અને ઓડિશા જેવા રાજ્યોમાં વર્ષોથી સફળતાપૂર્વક વિકસિત અને લાગુ કરવામાં આવી છે.

P.I.P. પ્રક્રિયા દ્વારા ગરીબ તરીકે નક્કી કરવામાં આવતા પરિવારો DAY-NRLM હેઠળ લક્ષ્ય જૂથ તરીકે સ્વીકારવામાં આવશે અને તે કાર્યક્રમ હેઠળના તમામ લાભો માટે પાત્ર રહેશે. પીપીપી પ્રક્રિયા પછી સૂચિને આખરી રૂપ આપવામાં આવ્યા બાદ ગ્રામ સભા દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને ગ્રામ પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવશે.

જ્યાં સુધી કોઈ ચોક્કસ જિલ્લા/બ્લોકમાં રાજ્ય દ્વારા પીપીપી પ્રક્રિયા હાથ ધરવામાં નાં આવે, ત્યાં સુધી જે ગ્રામ્ય પરિવારો નો બીપીએલ ની સત્તાવાર યાદીમાં પહેલેથી જ સમાવેશ થયેલ છે તેમને DAY-NRLM હેઠળ લક્ષ્ય બનાવવામાં આવશે.

DAY-NRLM અમલીકરણ માટે ફ્રેમવર્કમાં પહેલેથી જ પૂરું પાડવામાં આવેલ છે તે મુજબ, જૂથના બીપીએલ સભ્યોની મંજૂરીને પાત્ર, એસએચજીના કુલ સભ્યપદના 30 ટકા સુધી ગરીબી રેખાની ઉપરની વસતીમાં નજીવા પ્રમાણમાં વસ્તી હોઈ શકે છે. આ 30% માં એવા બાકાત ગરીબ પણ છે જેઓ ખરેખર બીપીએલ યાદીમાં સમાવિષ્ટ હોય તેવા ગરીબ છે પરંતુ સૂચિમાં તેમના નામ નથી.

3. ગરીબોની સંસ્થાઓનું પ્રવર્તન (Promotion) :

ગરીબો માટે જગ્યા, અવાજ અને સ્રોતો પૂરા પાડવા માટે અને બાહ્ય એજન્સીઓ પર તેમનુ અવલંબન ઘટાડવા માટે એસએચજી (SHG) અને તેમના ગ્રામ્ય અને ઉચ્ચ સ્તરના ફેડરેશન જેવી ગરીબોની મજબૂત સંસ્થાઓ જરૂરી છે. તે તેમનુ સશક્તિકરણ કરે છે તથા જ્ઞાન અને તકનીકી પ્રસારણના સાધન તરીકે અને ઉત્પાદન, એકત્રિતકરણ અને વાણિજ્યના કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે. આથી, DAY-NRLM આ સંસ્થાઓની સ્થાપના પર વિવિધ સ્તરે ધ્યાન કેન્દ્રિત કરશે. તદ ઉપરાન્ત, DAY-NRLM પાયાના અર્થતંત્ર, પાછળ અને આગળનું જોડાણ, અને માહિતી, ક્રેડિટ, તકનીકી, બજારો વગેરેનો ઉપયોગ કરીને આજિવિકા સમૂહની જેમ, ઉત્પાદકોની સહકારી / આજીવિકા પ્રમોશન માટે કંપનીઓ જેવી વિશિષ્ટ સંસ્થાઓને પ્રોત્સાહન આપશે. આજીવિકા સંગ્રાહકો તેમના મર્યાદિત સ્ત્રોતનો વધુમાં વધુ ઉપયોગ કરવા ગરીબને સક્ષમ બનાવશે.

4. ગરીબોના હાલના બધા SHG અને સંઘને મજબૂત બનાવવો.

હાલ સરકારી પ્રયાસો અને એનજીઓના પ્રયત્નો દ્વારા રચિત ગરીબ મહિલાઓની સંસ્થાઓ છે. DAY-NRLM ગરીબો માટેની હાલની તમામ સંસ્થાઓને ભાગીદારીનાં સ્વરૂપમાં મજબૂત બનાવશે. સરકારી અને એનજીઓ સેક્ટરમાં સ્વસહાય પ્રોત્સાહન આપતી સંસ્થાઓ, વધુ પારદર્શકતા રજૂ કરવા માટે સામાજિક જવાબદારી વ્યવહારોને પ્રોત્સાહન આપશે. આ એવી પદ્ધતિઓ ઉપરાંત વધારાની હશે જે SRLMs અને રાજ્ય સરકારો દ્વારા વિકસિત કરવામાં આવી હોય. એકબીજા પાસેથી શીખો એ DAY-NRLM માં શીખવાની ચાવીરૂપ પ્રક્રિયાનું અમલીકરણ કરે છે.

૫. તાલીમ, ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય નિર્માણ પર ભાર:

ડે-એનઆરએલએમ એ સુનિશ્ચિત કરશે કે તેમની સંસ્થાઓના સંચાલન માટે, બજારો સાથે જોડવા, તેમની હાલની આજીવિકાનું સંચાલન કરવા, તેમની ધિરાણ શોષણ ક્ષમતા અને ધિરાણ પાત્રતા વધારવા, વગેરે માટે ગરીબને આવશ્યક કુશળતા પૂરી પાડવામાં આવે. લક્ષિત પરિવારો, એસએચજી, તેમના સંઘો, સરકારી કર્મચારીઓ, બેંકર્સ, એનજીઓ અને અન્ય મુખ્ય હિસ્સેદારો ની સતત ક્ષમતા નિર્માણ માટે મલ્ટી-પ્રોંગડ (multi-pronged) અભિગમની કલ્પના કરવામાં આવી છે. એસએચજી તેમના ફેડરેશનો અને અન્ય સંગઠનો ની ક્ષમતા નિર્માણ માટે સમુદાય વ્યાવસાયિકો અને સમુદાય સંસાધન વ્યક્તિઓ ના વિકાસ અને તેમને જોડવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. DAY-NRLM જ્ઞાન પ્રસાર કરવા અને ક્ષમતાને વધુ અસરકારક બનાવવા માટે, ICTનો વ્યાપક ઉપયોગ કરશે..

6. રિવોલ્વિંગ ફંડ અને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ સપોર્ટ ફંડ (CIF) :

બચતની આદત મનમાં ઠસાવવાનાં એક પ્રોત્સાહન તરીકે અને ટૂંકા ગાળાની, લાંબા ગાળાની અને તાત્કાલિક વપરાશની જરૂરિયાતોમાં તેમની ધિરાણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમનું પોતાનું ભંડોળ એકઠું કરવા માટે પાત્ર એસએચજી (SHG) ને એક રિવોલ્વિંગ ફંડ આપવામાં આવશે. સીઆઈએફ એક કોર્પસ હશે જે પુનરાવર્તિત બૅન્ક ફાઇનાન્સનાં ઉચ્ચાલન માટે ઉદ્દીપક મૂડી તરીકે સભ્યોની ક્રેડિટ જરૂરિયાતોને સીધી પહોંચી વળવા માટે ઉપયોગમાં લેવાય છે, ફેડરેશન્સ દ્વારા સી.આઈ.એફ ને એસએચજીમાં મોકલવામાં આવશે. જ્યાં સુધી તેઓ મોટા પ્રમાણમાં તેમનું પોતાનું ભંડોળ એકત્ર કરે ત્યાં સુધી વ્યાજબી દર પર સતત અને સરળતાથી નાણા મળે એ ગરીબીમાંથી બહાર આવવાની ચાવી છે.

7. સાર્વત્રિક નાણાકીય સમાવેશ:

DAY-NRLM, તમામ ગરીબ પરિવારો, એસએચજી અને તેમના ફેડરેશનને મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા ઉપરાંત, સાર્વત્રિક નાણાકીય સમાવેશ હાંસલ કરવા કામ કરશે. DAY-NRLM, નાણાકીય સમાવેશના માંગ અને પુરવઠા, બંને બાજુ પર કામ કરશે. માંગ બાજુ પર, તે નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપે છે, ગરીબોનું ગઠબંધન કરે છે અને એસએચજી તથા તેમના સંગઠનોને ઉદ્દીપક મૂડી પૂરી પાડે છે. પુરવઠા બાજુ પર, તે નાણાકીય ક્ષેત્ર સાથે સંકલન કરશે અને માહિતી, સંચાર અને ટેકનોલોજી (આઇસીટી) આધારિત નાણાકીય તકનીકીઓ, બીઝ્નેસ કોરસ્પોંનડનટ અને 'બેન્ક મીત્ર' જેવા કોમ્યુનિટી ફેસિલિટર્સ નો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરશે. તે ગ્રામીણ ગરીબોના જીવન, આરોગ્ય અને અસ્કયામતોની ખોટ સામે સાર્વત્રિક કવરેજ તરફ પણ કામ કરશે. વધુમાં, ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાં સ્થાનિક સ્થળાંતર છે ત્યાં તે રેમીન્ટેન્સ પર કામ કરશે,

8. વ્યાજની સહાય ની જોગવાઈ:

તેમના ઉદ્યોગોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ગ્રામીણ ગરીબોને બહુવિધ માત્રામાં નીચા વ્યાજ દર પર ધિરાણ કરવાની જરૂર છે. DAY-NRLM પાસે સસ્તું ધિરાણ સુનિશ્ચિત કરવા માટે જેણે મુખ્ય પ્રવાહની નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી છે તે બધા, પાત્ર એસએચજીને વાર્ષિક 7% થી વધુ વ્યાજ દરમાં સહાય કરવા માટેની જોગવાઈ છે.

9. ભંડોળ પેટર્ન:

DAY-NRLM એક કેન્દ્રિય પ્રાયોજીત યોજના છે અને કાર્યક્રમના ધિરાણને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 75:25 ના ગુણોત્તરમાં (90:10 ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં સિક્કિમ સહિત, યુ.ટી.ના કિસ્સામાં કેન્દ્રથી સંપૂર્ણપણે) વહેંચવામાં આવશે. રાજ્યો માટે અલગ રાખેલ કેન્દ્રિય ફાળવણી મોટાભાગે રાજ્યોમાં ગરીબીનાં પ્રમાણનાં સંદર્ભમાં વિતરણ કરવામાં આવશે.

10. તબક્કાવાર અમલીકરણ:

ગરીબોની સામાજિક મૂડીમાં ગરીબોની સંસ્થાઓ, તેમના નેતાઓ, સમુદાય વ્યાવસાયિકો અને વધુ અગત્ય સમુદાય સંસાધન વ્યક્તિઓ (ગરીબ મહિલાઓ જેમના જીવનને તેમની સંસ્થાઓની સહાયથી રૂપાંતરિત કરવામાં આવ્યા છે) નો સમાવેશ થાય છે. સામાજિક મૂડી ઉભી કરવા માટે પ્રારંભિક વર્ષોમાં થોડો સમય લાગે છે, પરંતુ કેટલાક સમય પછી તે ઝડપથી વૃદ્ધિ કરે છે.

જો DAY-NRLM મા ગરીબોની સામાજિક મૂડી મુખ્ય ભૂમિકા ભજવતી નથી તો પછી તે લોકોનો કાર્યક્રમ નહીં હોય. વધુમાં હસ્તક્ષેપોની ગુણવત્તા અને અસરકારકતા મંદ ના થઇ જાય તેની ખાતરી કરવી એ મહત્વનું છે. તેથી, DAY-NRLM માં તબક્કાવાર અમલીકરણનો અભિગમ અપનાવવામાં આવે છે. 12 મી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં તમામ જિલ્લાઓમાં DAY-NRLM પહોંચશે.

11. સઘન બ્લોકો:

DAY-NRLM ના અમલીકરણ માટે લેવાતા બ્લોક્સ, 'સઘન બ્લોક્સ', સંપૂર્ણ પ્રશિક્ષિત વ્યાવસાયિક કર્મચારીઓની સંપૂર્ણ સહાયતા ધરાવતા હશે અને તે સાર્વત્રિક અને તીવ્ર સામાજિક અને નાણાકીય સમાવેશ, આજીવિકા, ભાગીદારી વગેરેની પ્રવૃત્તિઓની સંપૂર્ણ શ્રેણીને આવરી લેશે. જો કે, બાકીના બ્લોક્સ અથવા બિન-સઘન બ્લોકોમાં વિસ્તાર અને તીવ્રતામાં મર્યાદિત પ્રવૃત્તિઓ હોઈ શકે છે.

12. ગ્રામ્ય સ્વયં રોજગાર તાલીમ સંસ્થાઓ (RSETI):

RSETI નો ખ્યાલ ગ્રામ વિકાસ સ્વયં રોજગાર સંસ્થા (RUDSETI) દ્વારા સર્વ પ્રથમ રજૂ કરેલ મોડેલ, અર્થાત - SDME ટ્રસ્ટ, સિન્ડીકેટ બેન્ક અને કેનેરા બેંક વચ્ચે સહયોગી ભાગીદારી, પર બનેલો છે. આ મોડેલમાં વ્યવસ્થિત લાંબી અવધિનાં હેન્ડ હોલ્ડિંગ આધાર દ્વારા અનુસરાતા ટૂંકા ગાળાના પ્રયોગાત્મક શિક્ષણ કાર્યક્રમ દ્વારા બેરોજગાર યુવાનોને આત્મવિશ્વાસુ સ્વરોજગાર ધરાવતા સાહસિકોમાં પરિવર્તનની કલ્પના કરવામાં આવી છે. જરૂરિયાત આધારિત તાલીમ ઉદ્યોગસાહસિક ગુણો જન્માવે છે, આત્મવિશ્વાસ સુધારે છે, નિષ્ફળતાના જોખમને ઘટાડે છે અને તાલીમાર્થીઓને ફેરફાર(change)એજન્ટોમાં વિકસાવે છે. બેંકો પસંદગી, તાલીમ અને તાલીમ પછી અનુસરવાનાં તબક્કામાં સંપૂર્ણપણે સામેલ છે. ગરીબોની સંસ્થાઓ દ્વારા સ્પષ્ટ થયેલ ગરીબોની જરૂરિયાતો, સ્વ-રોજગાર અને સાહસોના વ્યવસાયોમાં સહભાગીઓ/તાલીમાર્થીઓની તૈયારીમાં RSETIsને માર્ગદર્શન આપશે. DAY-NRLM જાહેર ક્ષેત્રની બેન્કોને દેશના તમામ જિલ્લાઓમાં RSETIs સ્થાપવા માટે પ્રોત્સાહિત કરશે.


પરિશિષ્ટ II

મહિલા એસ.એચ.જી. માટે વ્યાજ સહાય યોજના

I. 250 જેટલા જિલ્લાઓમાં દરેક કોમર્શિયલ બેંકો (માત્ર જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામ્ય બેંકો) અને સહકારી બૅન્કો માટે મહિલાઓને SHG પરની વ્યાજ સહાયક યોજના.

(I.) પ્રત્યેક વર્ષે 7% સુધી નાં ધિરાણ માટે 3 લાખ સુધી તમામ મહિલા એસ.એચ.જી., વ્યાજ સબવેન્સન માટે પાત્ર રહેશે. SGSY હેઠળ ધિરાણમાં મૂડી સબસીડી મેળવતી એસએચજી દ્વારા હાલમાં બાકી રહેલ ધિરાણ આ યોજના હેઠળ લાભ માટે પાત્ર થશે નહીં.

(II). 250 જિલ્લાઓમાં કોમર્શિયલ બેંકો અને સહકારી બેંકો તમામ મહિલા એસએચજીને 7% ના દરે ધિરાણ આપશે. 250 જિલ્લાઓના નામો પરિશિષ્ટ III માં દર્શાવ્યા છે.

(iii) તમામ વાણિજ્યિક બેંકો (આરઆરબી સિવાયના) ને ફાઈનાન્સિયલ સર્વિસીસ, નાણા મંત્રાલય દ્વારા સૂચવ્યા પ્રમાણે ભારિત સરેરાશ વ્યાજ ચાર્જ (WAIC) અને 7% વચ્ચેના તફાવત માટે, 5.5% ની મહત્તમ મર્યાદાને આધીન, સબવેન્સન મળશે. આ સબવેન્સન તમામ બૅંકો માટે ઉપલબ્ધ રહેશે શરત એ કે તેઓ 250 જિલ્લાઓમાં 7% વ્યાજના દરે એસએચજી ને ધિરાણ ઉપલબ્ધ કરાવે.

(iv) આરઆરબી અને સહકારી બેંકો ને ફાઈનાન્સિયલ સર્વિસીસ, નાણા મંત્રાલય દ્વારા સૂચવ્યા પ્રમાણે મહત્તમ ધિરાણ દર(નાબાર્ડ દ્વારા સૂચિત) અને 7% વચ્ચેના તફાવત માટે, 5.5% ની મહત્તમ મર્યાદાને આધીન, સબવેન્સન મળશે. આ સબવેન્સન તમામ આરઆરબી અને સહકારી બેંકો માટે ઉપલબ્ધ રહેશે શરત એ કે તેઓ 250 જિલ્લાઓમાં 7% વ્યાજના દરે એસએચજી ને ધિરાણ ઉપલબ્ધ કરાવે. આ સબવેન્શન તમામ આરઆરબી અને સહકારી બેંકો માટે ઉપલબ્ધ રહેશે આરઆરબી અને સહકારી બેંકોને નાબાર્ડ પાસેથી રિસાયકલ પુનર્ધિરાણ પણ મળશે. આર.આર.બી. અને સહકારી બેંકો માટે આ અંગે વિગતવાર માર્ગદર્શિકા નાબાર્ડ દ્વારા આપવામાં આવશે.

V. વધુમાં, લોનની પ્રોમ્પ્ટ ચુકવણી પર SHGs ને વધારાની 3% સબવેનશન પૂરી પાડવામાં આવશે. પ્રોમ્પ્ટ ચુકવણી પર વધારાની 3% વ્યાજ સબવેશન હેતુ માટે,જો નીચેના માપદંડને સંતોષે તો એસ.એચ.જી. ખાતાને પ્રોમ્પ્ટ પેઇ (payee) ગણવામાં આવશે:

એ. કેશ ક્રેડિટ મર્યાદા માટે:

I. બાકી બેલેન્સ 30 દિવસથી વધુ સમય સુધી મર્યાદા / ડ્રોઇંગ પાવર કરતાં વધુ રહી શકશે નહીં.

II. એકાઉન્ટ્સમાં નિયમિત ક્રેડિટ અને ડેબિટ હોવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં એક મહિના દરમિયાન ઓછામાં ઓછી એક ગ્રાહક પ્રેરિત ક્રેડિટ હશે.

III. ગ્રાહક પ્રેરિત ક્રેડિટ મહિના દરમિયાન ઉધારાયેલ વ્યાજને આવરી લેવા માટે પૂરતી હોવી જોઈએ.

બી. ટર્મ લોન્સ માટે:

મુદત લોન ખાતું જેમા લોનની મુદત દરમિયાન બાકી રહેલી ચુકવણી અને/અથવા ડિપોઝિટ તારીખના 30 દિવસની અંદર પ્રિન્સિપલનો હપતો ચૂકવવામાં આવે, તે પ્રોમ્પ્ટ ચુકવણી ધરાવતા એકાઉન્ટ તરીકે ગણવામાં આવશે.

રિપોર્ટિંગ ક્વાર્ટરના અંતે તમામ પ્રોમ્પ્ટ ચુકવણી ધરાવતા એસએચજી એકાઉન્ટ્સ 3% ની વધારાની વ્યાજ સહાય માટે પાત્ર રહેશે.

બેન્કોએ યોગ્ય એસએચજી લોન ખાતાઓમાં 3% વ્યાજની સવલતની રકમ જમા આપવી જોઈએ અને ત્યારબાદ જ વળતર(reimbursement) માંગવું જોઈએ.

vi. ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા પસંદ થયેલ નોડલ બેન્ક મારફતે તમામ કોમર્સિયલ બેન્કો (આરઆરબી સિવાયના) માટે વ્યાજ સહાય યોજના નો અમલ કરવામાં આવશે..

vii. નાબાર્ડ દ્વારા આરઆરબી અને સહકારી બેંકો માટે ટૂંકા ગાળાની પાક લોન યોજના જેવી, આ યોજના શરૂ કરવામાં આવશે.

viii આ યોજના હેઠળ, કોર બૅન્કિંગ સોલ્યુશન્સ (સીબીએસ) પર કાર્યરત તમામ કોમર્શિયલ બેંકો (પીએસબી, ખાનગી બેંકો અને આરઆરબી સહિત) વ્યાજ સહાયકતા મેળવી શકે છે.

ix. એસએચજીને આપેલ ધિરાણ પરના 7% જેટલા વ્યાજ સબવેનશનનો નિયમિત લાભ લેવા માટે બધી કોમર્શિયલ બેન્કો (આરઆરબી સિવાયના) એ નોડલ બેન્કના પોર્ટલ પર જરૂરી તકનીકી સ્પષ્ટીકરણ મુજબ SHG લોન એકાઉન્ટ માહિતી અપલોડ કરવી જરૂરી છે. 3% વધારાનાં સબવેનશન માટે બેંકોએ એ જ પોર્ટલ પર દાવાઓ સબમિટ કરવા જોઇએ.

X બેંક દ્વારા રજૂ કરાયેલા દાવા સબવેન્સન માટેના દાવાને સત્ય અને બરાબર (true and fair) વૈધાનિક ઓડિટરના પ્રમાણપત્ર સાથે (અસલ) રાજુ કરવા જોઈએ.

Xi તમામ આર.આર.બી. અને સહકારી બેન્કોએ એસએચજીને 7 ટકાના દરે કરેલ ધિરાણ માટે વ્યાજ સહાય મેળવવા માટે,તેમના દાવા નાબાર્ડની સંબંધિત પ્રાદેશિક કચેરીઓમાં ત્રિમાસિક ધોરણે જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને માર્ચમાં સબમિટ કરવા જરૂરી છે છેલ્લા ક્વાર્ટરના દાવાઓ સાથે નાણાકીય વર્ષ માટેના દાવાને સાચું અને બરાબર ઠરાવે એવું સ્ટેટયુટરી ઓડિટરનું પ્રમાણપત્ર હોવું જોઈએ. માર્ચ અંતના ત્રિમાસિક ગાળા માટેના કોઈપણ બેન્કના દાવાની, બેન્ક દ્વારા પુરા સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે વૈધાનિક ઑડિટેડ પ્રમાણપત્ર મોકલ્યા પછી જ MoRD દ્વારા પતાવટ કરવામાં આવશે.

Xii આરઆરબી અને સહકારી બેંકો, સમગ્ર વર્ષના સમયગાળા દરમિયાન કરવામાં આવતી 3% વધારાના સબવેનશનની ચુકવણી પરને લગતા તેમના એકીકૃત કરેલ, યોગ્યતા પ્રમાણિત કરતા વૈધાનિક ઓડિટર દ્વારા ઓડિટેડ દાવાઓ દર વર્ષે મોડામાં મોડા જૂન સુધીમાં સંબંધિત નાબાર્ડ ની પ્રાદેશિક કચેરીઓ ને રજૂ કરી શકે છે.

Xiii વર્ષ દરમિયાન કરવામાં આવેલ ચુકવણીઓ સંબંધિત કોઈપણ બાકી દાવા અને વર્ષ દરમિયાન સમાવિષ્ટ ન હોય એવા દાવા 'વધારાનાં દાવા ' તરીકે ચિહ્નિત કરીને, અલગથી એકીકૃત કરીને દર વર્ષે જૂન સુધીમાં, યોગ્યતાને પ્રમાણિત કરતા વૈધાનિક ઓડિટર દ્વારા યોગ્ય ઓડિટ કરીને નોડલ બેંક (RRBs સિવાયના તમામ ધંધાદારી બેન્કો માટે) અને નાબાર્ડ પ્રાદેશિક ઓફિસે (બધા RRBs અને સહકારી બેંકો માટે) સબમિટ કરવા.

Xiv. PSBs અને Private સેકટર બેંકો દ્વારા દાવાઓમાં કરાતા કોઈપણ સુધારા, ઓડિટરના પ્રમાણપત્રના આધારે પાછળથી થતા દાવાઓમાંથી એડજસ્ટ કરવામાં આવશે. તે મુજબ થતા સુધારા નોડલ બેંકોના પોર્ટલ પર જ થવા જોઈએ.

Xv. આરઆરબી અને સહકારી બેંકો દ્વારા દાવાની રજૂઆત કરવાની પ્રક્રિયા માટેની વિગતવાર માર્ગદર્શિકા નાબાર્ડ દ્વારા આપવામાં આવશે

II. કેટેગરી II જિલ્લાઓ માટે વ્યાજની સવલત યોજના
(250 જેટલા જિલ્લાઓ સિવાય)

ઉપર જણાવેલ 250 જિલ્લાઓ સિવાયના જિલ્લાઓનો સમાવેશ શ્રેણી II જિલ્લાઓ માટે DAY-NRLM હેઠળની તમામ મહિલા એસએચજી, વ્યાજ સહાયકતા માટે 7 ટકાના વ્યાજ દરથી લોન સુવિધા મેળવવા માટે લાયક રહેશે. આ માટે રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન્સ(એસઆર.એલ.એમ.)ને ભંડોળ આપવામાં આવશે. આ બજેટ હેડ હેઠળની જોગવાઈનું રાજ્યવાર વિતરણ દર વર્ષે નિર્ધારિત કરવામાં આવશે.

કેટેગરી II જિલ્લાઓમાં બેંકો એસએચજીને તેમના ધિરાણના ધોરણો અનુસાર ચાર્જ કરશે અને ધિરાણ દરો તથા 7% ની વચ્ચેના તફાવતને, 5.5% ની મહત્તમ મર્યાદાને આધિન, સંબંધિત એસએલએજીના લોનના ખાતામાં SRLM દ્વારા વ્યાજ સબવેન્સન કરાશે. ઉપર કહ્યા મુજબ, વ્યાજ સહાયક બાબતમાં કેટેગરી II જીલ્લાઓ માટેની મુખ્ય લાક્ષણિકતાઓ અને ઓપરેશનલ માર્ગદર્શિકા નીચે પ્રમાણે છે:

(એ) બેંકોની ભૂમિકા:

કોર બેકીંગ સોલ્યુશન (સીબીએસ) પર કામ કરતી તમામ બૅન્કોએ MoRD દ્વારા સૂચવવામાં આવેલા સૂચિત ફોર્મેટમાં, સીધા સીબીએસ પ્લેટફોર્મ પરથી, ગ્રામીણ વિકાસ મંત્રાલય (FTP દ્વારા) અને SRLMs માટે તમામ જીલ્લાઓમાં એસએચજીની ધિરાણની ચુકવણી અને બાકીના ધિરાણની વિગતો આપવી જોઈએ. SHGs ને વ્યાજ સબવેનશનની રકમની ગણતરી અને વિતરણની સગવડ માટે આ માહિતી માસિક ધોરણે પૂરી પાડવી જોઈએ

બી) રાજ્ય સરકારની ભૂમિકા:

I. DAY-NRLM હેઠળ 70 ટકાથી વધુ બીપીએલ અથવા ગ્રામીણ ગરીબોના સભ્યો (સહભાગી ઓળખ પ્રક્રિયા મુજબ ગ્રામીણ ગરીબ) ધરાવતી તમામ મહિલા એસએચજીને એસએચજી તરીકે ગણવામાં આવે છે. DAY-NRLM નાં ઇચ્છનીય ગ્રામીણ ગરીબ સભ્યો ધરાવતા આવા એસ.એચ.જી., પ્રોમ્પ્ટ રિપેમેન્ટ પર દર વર્ષે 7% ના દરે લક્ષ્ય જૂથ 3 લાખ સુધીનાં ધિરાણ પર વ્યાજ સહાયક માટે પાત્ર રહેશે.

II. આ સ્કીમ રાજ્ય ગ્રામ્ય આજીવિકા મિશન્સ (SRLMs) દ્વારા અમલમાં આવશે. જેમણે વ્યાપારી અને સહકારી બેન્કો પાસેથી લોન મેળવી છે એવા પાત્ર એસએચજી (SHG) ને SRLMs વ્યાજની સહાય પૂરી પાડશે. આ સબવેનશન માટેનું ભંડોળ સેન્ટ્રલ એલોકેશનમાંથી પૂરું પાડવામાં આવશે રાજ્યનું યોગદાન 75:25 નાં રેશિયોમા રહેશે.

III. એસએચજીને બેન્કોના ધિરાણ દર અને 7% વચ્ચેનાં તફાવત જેટલી, SRLMs દ્વારા મહત્તમ 5.5% ની મર્યાદાને આધિન, સીધા માસિક / ત્રિમાસિક ધોરણે વ્યાજ સહાય આપવામાં આવશે. એસએચજીના લોનના ખાતાઓમાં જેમણે તરત જ ચુકવણી કરી છે તેમને SRLM દ્વારા સબવેનશનની રકમ ઈ-ટ્રાન્સફર કરવામાં આવશે

Iv.જેમને હાલની લોનમાં SGSY હેઠળ મૂડી સબસિડી મેળવી હોય તેવા મહિલા એસએચજી (SHG) આ સ્કીમ હેઠળ તેમના સહાયક-લોન માટે વ્યાજ સબવેશનના લાભ માટે પાત્ર રહેશે નહીં.

v.. SLRM એ પાત્ર એસએચજીના લોનના હિસાબોમાં તબદીલ કરાયેલી સબવેનશનની માત્રા સૂચવતું ક્વાર્ટરલી ઉપયોગિતા પ્રમાણપત્ર સબમીટ કરવું જોઈએ. સ્ટેટ સ્પેશિયલ ઇન્ટરેસ્ટ સબવેનન્સ સ્કીમ્સ સાથેના રાજ્યો ને તેમની માર્ગદર્શિકાને સેન્ટ્રલ સ્કીમ સાથે સુમેળ કરવાની સલાહ આપવામાં આવે છે.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?