<font face="mangal" size="3">માસ્ટર પરિપત્ર- નોટો અને સિક્કાઓ બદલાવા માટે - આરબીઆઈ - Reserve Bank of India
માસ્ટર પરિપત્ર- નોટો અને સિક્કાઓ બદલાવા માટેની સુવિધા
આરબીઆઈ/2017-18/3 03 જુલાઈ 2017 ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર/ મહોદયા / મહોદય માસ્ટર પરિપત્ર- નોટો અને સિક્કાઓ બદલાવા માટેની સુવિધા કૃપયા નોટો અને સિક્કાઓ બદલવા માટેની સુવિધા પરની સૂચનાઓ ને સમાવિષ્ટ કરતા તારીખ 18 જુલાઈ 2016 ના માસ્ટર પરિપત્ર ડીસીએમ (એનઈ) સંખ્યા જી.-1/08.07.18/2016-17 નો સંદર્ભ જુઓ. ઉક્ત વિષય પરનો સંશોધિત માસ્ટર પરિપત્ર આપની માહિતી અને આવશ્યક કાર્યવાહી માટે સંલગ્ન છે. આ માસ્ટર પરિપત્ર અમારી વેબ-સાઈટ www.rbi.org.in પર ઉપલબ્ધ છે. આપનો વિશ્વાસુ (પી. વિજયકુમાર) સંલગ્નક: ઉપર મુજબ તારીખ 03 જુલાઈ 2017 નો માસ્ટર પરિપત્ર- નોટો અને સિક્કાઓ બદલવા માટે ની સુવિધા 1. બેંક શાખાઓ પર નોટો અને સિક્કાઓ ના વિનિમય ની સુવિધા (અ) દેશના તમામ ભાગોમાંની બેંકો ની તમામ શાખાઓ ને આદેશ આપવામાં આવે છે કે તેઓ જાહેર જનતાને નીચેની ગ્રાહક સેવાઓ અધિક સક્રિય પણે તથા તત્પરતાથી પૂરી પાડે જેથી આ હેતુ માટે તેઓએ આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ નો સંપર્ક કરવાની જરૂર ન રહે. (i) માંગવામાં આવે ત્યારે તમામ મૂલ્યવર્ગો ની નવી/ સારી ગુણવત્તા વાળી નોટો તથા સિક્કાઓ ઇસ્યુ કરવા (ii) ગંદી/ ફાટેલી / દોષપૂર્ણ નોટો ને બદલવી અને (iii) લેણદેણ તથા વિનિમય માટે સિક્કાઓ અને નોટો નો સ્વીકાર કરવો. ધી કોઈનેજ એક્ટ, 2011 ની કલમ 6(1) મુજબ કલમ 4 માં પ્રદત્ત સત્તા હેઠળ જારી કરવામાં આવેલા સિક્કાઓ એવા કેસમાં ચુકવણી માટે અથવા ખાતામાં કાયદેસર નું ચલણ ગણાશે:- કોઇપણ મૂલ્યવર્ગ ના સિક્કા જે એક રૂપિયા થી ઓછા ન હોય, એક હજાર રૂપિયા થી વધુ ન હોય તેવી કોઇપણ રકમ માટે; અડધા રૂપિયા ના સિક્કા, રૂપિયા દસ થી વધુ ન હોય તેવી કોઇપણ રકમ માટે: એ શરતે કે સિક્કા ને વિરુપિત કરવામાં ન આવ્યા હોય અને તેણે એટલું વજન ગુમાવ્યું ન હોય કે તેના કેસમાં નિર્ધારિત વજન કરતાં પણ ઓછું હોય. (બ) તમામ શાખાઓ બધાજ કાર્ય દિવસો માં કોઇપણ પ્રકાર ના પક્ષપાત વિના જાહેર જનતા ને ઉપરોક્ત સુવિધાઓ પૂરી પાડશે. એક માસમાં કોઇપણ એક રવિવારે થોડીક પસંદગીની કરન્સી ચેસ્ટ વાળી શાખાઓ દ્વારા વિનિમય સુવિધા પ્રદાન કરવાની યોજના યથાવત રહેશે. આવી બેંક શાખાઓ ના નામ અને સરનામાં સંબંધિત બેંકો પાસે ઉપલબ્ધ હોવા જોઈએ. (ક) જાહેર જનતા ની જાણકારી માટે બેંક શાખાઓ પર ઉપરોક્ત સેવાઓ ની ઉપલબ્ધી અંગે વ્યાપક રૂપે પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. (ડ) કોઇપણ બેંક શાખાઓ એ તેમના કાઉન્ટરો પર પ્રસ્તુત કરવામાં આવેલ નાના મુલ્યવર્ગ ની નોટો અને/ અથવા સિક્કાઓ સ્વીકારવાનો ઇન્કાર કરવો જોઈએ નહી. 2. ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009- સત્તા ની સોપણી (અ) ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 58 (2) સાથે વંચાણમાં લેતાં કલમ 28 અનુસાર, કોઇપણ વ્યક્તિ કેન્દ્ર સરકાર અથવા આરબીઆઈ પાસેથી ખોવાયેલ, ચોરાયેલ, ફાટેલી અથવા અપૂર્ણ ભારત સરકારની ચલણી નોટ અથવા બેન્ક્નોટ નું મૂલ્ય અધિકારથી વસૂલ કરવા માટે હકદાર હશે નહીં. પરંતુ, વાસ્તવિક કેસોમાં જાહેર જનતાની મુશ્કેલીઓ ના નિવારણના ઉદ્દેશ્ય થી એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે રિઝર્વ બેંક, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી, એવી પરિસ્થિતિઓ,શરતો અને મર્યાદાઓ નું નિર્ધારણ કરશે કે જેને આધિન, આવી ચલણી નોટો અથવા બેંક નોટોનું મૂલ્ય અનુગ્રહ તરીકે રીફંડ કરી શકશે. (બ) જાહેર જનતા ના લાભ અને સવલત માટે વિનિમય સુવિધા પ્રદાન કરવાના હેતુ થી બેકો ની તમામ શાખાઓને ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 ના નિયમ 2 (જ) હેઠળ ફાટેલી / દોષપૂર્ણ નોટોના નિ:શુલ્ક વિનિમય માટે અધિકારો આપવામાં આવેલા છે. 3. ગંદી નોટો ની વ્યાખ્યા નું સરળીકરણ ઝડપી વિનિમય સુવિધાઓ ની સવલત પૂરી પડવાના આશયથી, ગંદી નોટો ની વ્યાખ્યા ને વિસ્તારિત કરવામાં આવેલી છે. “ગંદી નોટ” નો અર્થ એવી નોટ જે સામાન્ય ઉપયોગના કારણે ગંદી થઇ હોય અને તેમાં એકસાથે જોડાયેલ બે ટુકડાની નોટ નો પણ સમાવેશ થાય કે જ્યાં પ્રસ્તુત કરવામાં આવેલ બંને ટુકડા તેજ નોટના હોય અને કોઇપણ આવશ્યક લક્ષણ ની ગેરહાજરી ન હોય તેવી પૂર્ણ નોટ બનાવતા હોય. આ નોટો ને સરકારી લેણાંની ચુકવણીમાં અને બેંકો સાથે ના જાહેર જનતાના ખાતાઓ માં જમા કરવા માટે બેંક ના કાઉન્ટરો પર સ્વીકારવી જોઈએ. પરંતુ, કોઇપણ સંજોગોમાં આ નોટો આમ જનતા ને રિ-ઇસ્યુએબલ નોટો તરીકે જારી ન કરવી જોઈએ અને આરબીઆઈના કાર્યાલયોમાં આગળની પ્રક્રિયા માટે ગંદી નોટો ના પ્રેષણ તરીકે મોકલવા માટે કરન્સી ચેસ્ટો માં ડીપોઝીટ કરવી જોઈએ. 4. ફાટેલી નોટો- રજુ કરવી અને પાસ કરવી ફાટેલી નોટ એટલે એવી નોટ કે જેનો એક ટુકડો ગાયબ હોય અથવા જે બે કે તેથી વધુ ટુકડાઓની બનેલી હોય. ફાટેલી નોટો કોઇપણ બેંક શાખાઓ માં રજુ કરી શકાય છે. આવી પ્રસ્તુત થયેલી નોટો ને સ્વીકારવી અને બદલવી જોઈએ તથા ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 અન્વયે તેનો અધિનિર્ણય કરવો જોઈએ. 5. અત્યંત બરડ, બળેલી , ટુકડા થયેલી, ચીપકી ગયેલી નોટો નોટો જે અત્યંત બરડ થઇ ગયેલી, ખરાબ રીતે બળેલી, બળીને કાળી થઇ ગયેલી, અલગ ન કરી શકાય તે રીતે એકબીજા સાથે ચીપકી ગયેલી અને તેથી તેને વધુ ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તેવી નોટો બેંક શાખાઓ દ્વારા વિનિયમ માટે સ્વીકારી શકાશે નહીં. પરંતુ, આવી નોટો ધરાવનારાઓને સલાહ આપવામાં આવે કે તેઓ તેમને સંબંધિત નિર્ગમ કાર્યાલય માં પ્રસ્તુત કરે, જ્યાં આવી નોટો વિશેષ પ્રક્રિયા હેઠળ તપાસવામાં આવશે. 6. ગંદી / ફાટેલી / અપર્ણ નોટો ના વિનિમય માટે ની પ્રક્રિયા 6.1 ગંદી નોટો નો વિનિમય 6.1.1 નાની સંખ્યામાં પ્રસ્તુત થયેલી નોટો: જયારે એક વ્યક્તિ દ્વારા રજુ કરવામાં આવેલી નોટો ની સંખ્યા 20 નોટ સુધી હોય અને તેનું મહત્તમ મૂલ્ય રૂપિયા 5000/ પ્રતિદિન હોય ત્યારે બેન્કોએ તેમને કાઉન્ટર પર નિ:શુલ્ક બદલવી જોઈએ. 6.1.2 મોટી સંખ્યામાં પ્રસ્તુત થયેલી નોટો: જયારે એક વ્યક્તિ દ્વારા રજુ કરવામાં આવેલી નોટો ની સંખ્યા 20 નોટો કરતાં અથવા તેનું મહત્તમ મૂલ્ય રૂપિયા 5000/ પ્રતિદિન કરતાં વધુ હોય ત્યારે બેંકો તેમને રસીદ આપીને, બાદમાં તેમનું મૂલ્ય જમા કરવા માટે સ્વીકારી શકે છે. બેંકો માં ગ્રાહક સેવા પરના માસ્ટર પરિપત્ર (DBR.No.Leg.BC.21/09.07.006/2015-16 dated July 1, 2015) અનુસાર મંજૂર કરવામાં આવેલ સેવા શુલ્ક વસુલ કરી શકે છે. જો પ્રસ્તુત કરવામાં આવેલ મૂલ્ય રૂપિયા 50000 થી વધુ હોય તો સામાન્ય સાવધાનીઓ રાખવાની બેંકો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. 6.2 ફાટેલી અને અપૂર્ણ નોટો નો વિનિમય 6.2.1 ફાટેલી અને અપૂર્ણ નોટો ને બદલવા માટે નામિત શાખાઓ નોટ રીફંડ નિયમાવલી, 2009 ના ભાગ –III (www.rbi.org.in> પ્રકાશનો> પ્રાસંગિક) માં નિર્દિષ્ટ પ્રક્રિયા ને અનુસરવાનું ચાલુ રાખી શકે છે અને અધિનિર્ણય માટે રજુ થયેલી નોટો માટે પ્રાપ્તિ રસીદ જારી કરી શકે છે જયારે નોન-ચેસ્ટ શાખાઓ એ નાની સંખ્યામાં અને વધુ સંખ્યામાં પ્રસ્તુત થયેલી નોટો માટે નીચેની પ્રક્રિયા અનુસરવાની આવશ્યકતા છે. 6.2.2 નાની સંખ્યામાં પ્રસ્તુત થયેલી નોટો: જયારે એક વ્યક્તિ દ્વારા રજુ કરવામાં આવેલી નોટો ની સંખ્યા 5 નંગ સુધી ની હોય ત્યારે નોન- ચેસ્ટ શાખાઓએ સામાન્યપણે નોટ રીફંડ નિયમાવલી, 2009 ના ભાગ –III માં નિર્દિષ્ટ પ્રક્રિયા અનુસાર નોટો નો અધિનિર્ણય કરવો જોઈએ અને તેનું વિનિમય મૂલ્ય કાઉન્ટર પર ચુકવવું જોઈએ. જો નોન- ચેસ્ટ શાખાઓ ફાટેલી નોટો નો અધિનિર્ણય કરવામાં સક્ષમ ન હોય તો નોટો ને રસીદ આપીને પ્રાપ્ત કરી શકે છે અને તેમને અધિનિર્ણય માટે સંબંધિત કરન્સી ચેસ્ટ શાખામાં મોકલી શકે છે. પ્રસ્તુતકર્તાઓને ચુકવણી ની સંભવિત તારીખ રસીદમાંજ જણાવવી જોઈએ અને તે 30 દિવસ થી વધુ ન હોવી જોઈએ. ઇલેક્ટ્રોનિક માધ્યમથી વિનિમય મૂલ્ય જમા કરવા માટે પ્રસ્તુતકર્તાઓ પાસેથી બેંક ખાતાની વિગતો મેળવવી જોઈએ. 6.2.3 મોટી સંખ્યામાં પ્રસ્તુત થયેલી નોટો: જયારે એક વ્યક્તિ દ્વારા રજુ કરવામાં આવેલી નોટો ની સંખ્યા 5 નંગ થી વધુ હોય પણ તેનું મૂલ્ય રૂપિયા 5000/ થી વધુ ન હોય તો તેને આવી નોટો નજીક ની કરન્સી ચેસ્ટ શાખા ને વિમારક્ષિત પોસ્ટ દ્વારા તેના બેંક ખાતા ની વિગતો (ખાતા નંબર, શાખાનું નામ, આઈએફએસસી વગેરે) સાથે મોકલવાની અથવા ત્યાંજ તેમને રૂબરૂમાં બદલાવવાની સલાહ આપવી જોઈએ. અન્ય તમામ વ્યક્તિઓ કે જેઓ રૂપિયા 5000/ થી વધુ મૂલ્ય ની ફાટેલી નોટો રજુ કરતાં હોય તેમને નજીક ની કરન્સી ચેસ્ટ શાખા નો સંપર્ક કરવાનું જણાવવું જોઈએ. વિમારક્ષિત ટપાલ દ્વારા ફાટેલી નોટો પ્રાપ્ત થાય ત્યારે કરન્સી ચેસ્ટ શાખાઓએ તેનું વિનિમય મૂલ્ય મોકલનારના ખાતામાં ઇલેક્ટ્રોનિક માધ્યમ થી આવી નોટો પ્રાપ્ત થયાના 30 દિવસમાં જમા કરવું જોઈએ. 6.3 આ સંબંધમાં બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા થી પ્રસ્તુતકર્તાઓને અસંતોષ હોય તો તેઓ બેન્કીંગ લોકપાલ યોજના 2006 માં નિર્દિષ્ટ પ્રક્રિયા ને અનુસરીને બેંક/ પોસ્ટલ રસીદ ના પુરાવા સાથે આવશ્યક કાર્યવાહી માટે સંબંધિત બેકિંગ લોકપાલ નો સંપર્ક કરી શકે છે. 7. “પે / પેઈડ / અસ્વિકૃત” નો સ્ટેમ્પ ધરાવતી નોટો (અ) શાખાના પ્રત્યેક પ્રભારી અધિકારી અર્થાત શાખા પ્રબંધક અને શાખાની એકાઉન્ટ કે રોકડ પ્રભાગ ના પ્રત્યેક પ્રભારી અધિકારી દરેક શાખામાં ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 અનુસાર શાખામાં વિનિમય હેતુ પ્રાપ્ત નોટો ના અધિનિર્ણય માટે “ નિર્ધારિત અધિકારી” તરીકે કાર્ય કરશે. ફાટેલી નોટો નો અધિનિર્ણય કર્યાં પછી, નિર્ધારિત અધિકારી “પે/ પેઈડ/ અસ્વિકૃત” ના દીનાંકિત સ્ટેમ્પ પર પોતાના આદ્ય હસ્તાક્ષર કરીને પોતાના હુકમની નોધ કરશે. “પે/ પેઈડ/ અસ્વિકૃત” ના સ્ટેમ્પ માં સંબંધિત બેંક તથા શાખાનું નામ હોવું જોઈએ અને તેમના દૂરઉપયોગ ને અટકાવવા માટે તેમને “નિર્ધારિત અધિકારી” ની કસ્ટડી માં રાખવા જોઈએ. (બ) એવી ફાટેલી / દોષપૂર્ણ નોટો કે જેના પર આરબીઆઈ ના કોઇપણ નિર્ગમ કાર્યાલય અથવા કોઇપણ બેક શાખા નો “પે/ પેઈડ/ અસ્વિકૃત” નો સ્ટેમ્પ લગાવેલો હોય અને આવી નોટો કોઇપણ બેંક શાખાઓમાં ફરીથી ચુકવણી માટે પ્રસ્તુત કરવામાં આવી હોય તો તેમને ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 ના નિયમ 6(2) હેઠળ અસ્વીકૃત કરવી જોઈએ અને પ્રસ્તુતકર્તાને જણાવવું જોઈએ કે આવી નોટો નું મૂલ્ય ચૂકવી શકાશે નહી કારણકે તેના/તેઓના પર લગાવેલા “પે/ પેઈડ” સ્ટેમ્પ પરથી સાબિત થાય છે કે તેના મૂલ્યની ચુકવણી થઇ ગયેલી છે. તમામ બેંક શાખાઓને સૂચિત કરવામાં આવેલું છે કે “પે/ પેઈડ” નો સ્ટેમ્પ ધરાવતી નોટો જનતાને શરતચૂકથી પણ જારી ન કરવી જોઈએ. શાખાઓએ તેમના ગ્રાહકો ને સાવધાન કરવા જોઈએ કે તેઓ આવી નોટો કોઇપણ બેક કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી સ્વીકારે નહી. 8. સૂત્રો / રાજકીય સંદેશાઓ વગેરે ધરાવતી નોટો સૂત્રો અને રાજકીય સ્વરૂપનો સંદેશો લખેલી નોટ કાયદેસરના ચલણ તરીકે નો દરજ્જો ગુમાવે છે અને આવી નોટ પર ના દાવાનો ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 ના નિયમ 6(3) (iii)હેઠળ અસ્વીકાર કરવામાં આવશે. તેજ રીતે વિરુપિત કરેલી નોટો પણ ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 ના નિયમ 6(3)(ii) હેઠળ અસ્વીકૃત કરી શકાશે. 9. જાણીજોઈને ફાડેલી નોટો એવી નોટ કે જેને જાણીજોઈને કાપેલી, ફાડેલી, પરિવર્તિત કરેલી અથવા નોટ સાથે ચેડા કરેલા હોય અને જો તે વિનિમય મૂલ્ય ની ચુકવણી માટે રજુ થાય તો તેને ભારતીય રિઝર્વ બેંક (નોટ રીફંડ) નિયમાવલી, 2009 ના નિયમ 6(3) (ii) હેઠળ અસ્વીકૃત કરવી જોઈએ. જોકે જાણીજોઈને કાપેલી નોટો ની કોઈ ચોક્કસ વ્યાખ્યા નક્કી કરવી શક્ય નથી, છતાંપણ આવી નોટો ને ધ્યાનથી જોતાં એ સ્પષ્ટ થાય છે કે આ કાર્ય જાણીજોઈને દગો કરવાના ઈરાદાથી કરવામાં આવેલું છે કારણકે આવી નોટો જે રીતે કાપવામાં/ વિરુપિત કરવામાં આવે છે તેમાં નોટો ના આકાર અને ખોવાયેલા ટુકડાઓ ના સ્થાન માં વ્યાપક એક્રરૂપતા જોવા મળે છે, ખાસ કરીને જયારે નોટો મોટી સંખ્યામાં રજુ થાય છે. ત્યારબાદ કેસ ની વિગતો જેવીકે પ્રસ્તુતકર્તાનું નામ, રજુ કરેલી નોટો ની સંખ્યા અને તેમના મૂલ્યવર્ગો અંગે જેમના કાર્યક્ષેત્રમાં શાખા આવતી હોય તેવા નિર્ગમ વિભાગ ના ઉપ/ મહા પ્રબંધક ને રિપોર્ટ કરવો જોઈએ. જો મોટી સંખ્યામાં આવી નોટો પ્રસ્તુત કરવામાં આવેલી હોય તો તે અંગે સ્થાનિક પોલીસ ને પણ રિપોર્ટ કરવો જોઈએ. 10. તાલીમ અમારા નિર્ગમ કાર્યાલયો અગ્રતાક્રમ અનુસાર બેંક શાખાઓના “નિર્ધારિત અધિકારીઓ” માટે તાલીમ કાર્યક્રમો યોજે છે. આવા તાલીમ કાર્યક્રમો નો ઉદ્દેશ્ય દોષપૂર્ણ નોટો ના અધિનિર્ણયની પ્રક્રિયા અંગે નિર્ધારિત અધિકારીઓને જાણકારી આપવાનો અને તેમનામાં વિશ્વાસ ઉભો કરવાનો છે તેથી તે અનિવાર્ય છે કે સંબંધિત શાખાઓ ના નિર્ધારિત અધિકારીઓ ને નામિત કરવામાં આવે. 11. નોટીસ બોર્ડ નું પ્રદર્શન તમામ બેંક શાખાઓ એ જાહેર જનતા ની જાણકારી માટે તેમના શાખા પરિસરમાં સહેલાઈથી જોઈ શકાય તેવા સ્થળ પર નોટ વિનિમય સુવિધા ની ઉપલબ્ધી દર્શાવતું “ગંદી / ફાટેલી નોટો અહીંયાં સ્વીકારવામાં અને બદલવામાં આવે છે.” તેવી ઉક્તિ સાથેનું બોર્ડ પ્રદર્શિત કરવું અનિવાર્ય છે. બેન્કોએ એ સુનિશ્ચિત કરવું જોઇએ કે તેમની તમામ શાખાઓ માત્ર તેમના ગ્રાહકોને જ નહી પરંતુ અન્યો ને પણ નોટો અને સિક્કાઓ ના વિનિમય ની સુવિધા પ્રદાન કરે. જોકે તેમણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે નોટ વિનિમય ની સુવિધા નોટો બદલનારાઓ / દોષપૂર્ણ નોટો ના વેપાર્રીઓ સુધી સિમિત ન રહે. 12. બેંક શાખાઓ ના સ્તર પર અધિનિર્ણીત નોટો નું નિપટાન બેંક શાખાઓ દ્વારા અધિનિર્ણીત નોટો ના ઓડીટ અંગે, બધી શાખાઓએ પૂર્ણ મૂલ્ય ચૂકવેલી નોટોને (ફૂલ વેલ્યુ પેઈડ નોટો) તેઓ જેની સાથે સંલગ્ન હોય તેવી ચેસ્ટ શાખાઓને પ્રેષિત કરવી જોઈએ અને ત્યાંથી પૂર્વ નિર્દિષ્ટ પ્રક્રિયા અનુસાર ગંદી નોટો ના હવે પછીના પ્રેષણ સાથે સંબંધિત નિર્ગમ કાર્યાલયોમાં મોકલવામાં આવે. અડધું મૂલ્ય ચૂકવેલ નોટો અને અસ્વીકૃત નોટો, જેને ચેસ્ટ શાખાઓએ તેમના રોકડ બેલેન્સ સાથે રાખેલી છે, તેને આવશ્યકતા અનુસાર પૂર્ણ મૂલ્ય ચૂકવેલી નોટો ના પ્રેષણ સાથે પેકિંગ કરીને અલગથી અથવા પંજીકૃત કે વિમારક્ષિત ટપાલ દ્વારા મોકલી શકાશે. પૂર્ણ મૂલ્ય ચૂકવેલી નોટોને નિર્ગમ કાર્યાલયો ચેસ્ટ રેમીટન્સ તરીકે ગણતરીમાં લેશે તથા અડધું મૂલ્ય ચૂકવેલ નોટો અને અસ્વીકૃત નોટો ને અધિનિર્ણય માટે પ્રસ્તુત કરેલી નોટો માનવામાં આવશે અને તદનુસાર તેની પ્રક્રિયા કરવામાં આવશે. તમામ ચેસ્ટ શાખાઓએ અમારા નિર્ગમ કાર્યાલયો ને તેમના દ્વારા માસ દરમ્યાન અધિનિર્ણીત નોટો ની સંખ્યા દર્શાવતું માસિક પત્રક મોકલવાનું રહેશે. 13. અપ્રચલિત સિક્કાઓ ભારત સરકાર દ્વારા જારી તારીખ 20 ડીસેમ્બર 2010 ના ગેઝેટ નોટીફીકેશન સંખ્યા 2529 અનુસાર સમય-સમય પર ઇસ્યુ કરેલા 25 પૈસા અને તેનાથી નિમ્ન મૂલ્ય વર્ગના સિક્કાઓ 30 જૂન 2011 થી ચુકવણી ની સાથે સાથે હિસાબો માટે કાયદેસર ના ચલણ તરીકે માન્ય નહી રહે. 25 પૈસા અને તેનાથી નિમ્ન મૂલ્ય વર્ગ ના સિક્કાઓ કે જે કાયદેસરનું ચલણ નથી તેમને આરબીઆઈના સંબંધિત નિર્ગમ કાર્યાલયો ને કાર્યાલય તરફથી સુચના પ્રાપ્ત થાય ત્યારે અને કાર્યાલય દ્વારા નિર્દિષ્ટ પધ્ધતિથી મોકલવાના રહેશે. 14. નિગરાની (મોનીટરીંગ) અને નિયંત્રણ (અ) બેન્કોના ક્ષેત્રીય પ્રબંધકો/ ઝોનલ પ્રબંધકો એ શાખાઓની આકસ્મિક મુલાકાત લેવી જોઈએ અને તેમના મુખ્ય કાર્યાલય (હેડ ઓફીસ) ને આ સંબંધમાં અનુપાલન ની સ્થિતિ વિષે અહેવાલ મોકલવો જોઈએ જે આવા રિપોર્ટો ની સમીક્ષા કરશે અને જરૂર જણાય ત્યાં ત્વરિત સુધારાત્મક પગલાં લેશે. (બ) આ સંબંધમાં કોઇપણ આદેશનું અનુપાલન નહી કરવાને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરેલ સૂચનાઓ/આદેશો ના ઉલંઘન તરીકે માનવામાં આવશે. તારીખ 03 જુલાઈ ૨૦૧૭ નો માસ્ટર પરિપત્ર- નોટો અને સિક્કાઓ બદલવા માટે ની સુવિધા
|