RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

134417756

ભારતીય રિઝર્વ બેંકે ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંક લિ., પાટણ, જીલ્લો પાટણ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે 31 જુલાઇ 2025 ના આદેશ દ્વારા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના ચાણસ્મામાં આવેલી ધી ચાણસ્મા નાગરિક સહકારી બેંક લિમિટેડ (બેંક) પર “ગ્રાહક સુરક્ષા - અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં સહકારી બેંકોના ગ્રાહકોની જવાબદારી મર્યાદિત કરવી” પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોનું બેંક દ્વારા પાલન ન થવા બદલ ₹1 લાખ (રૂપિયા એક લાખ પૂરા) નો દંડ લાદયો છે. બેંકિંગ નિયમન ધારો, 1949 ની કલમ 46(4) (i) અને 56 ની સાથે કલમ 47 એ (1) (સી) ની જોગવાઈઓ વંચાણે લેતાં ભારતીય રિઝર્વ બેંકને મળેલ સત્તાની રૂએ આ દંડ લાદવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે 31 માર્ચ 2024 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં તેનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોનું પાલન ન કરવાના નિરીક્ષણીય તારણો અને તેને સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં ઉપરના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ તેના પર દંડ કેમ ન લાદવો તે સબબ કારણ જણાવવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસ અંગે બેંકનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ ભારતીય રિઝર્વ બેંકને અન્ય બાબતોની સાથે બેંક સામે નીચે મુજબના આરોપ યથાવત રહેતા હોવાનું લાગતાં આ નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે:

બેંક તેના ગ્રાહકોને

  1. 24*7 વિભિન્ન માધ્યમથી અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોની જાણ કરવાની સુવિધા પૂરી પાડવામાં; અને
  2. વાંધાજનક અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો અંગે જાણ કરતી એસએમએસ ચેતવણીઓનો ત્વરિત પ્રતિસાદ વિકલ્પની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે.

સદર કાર્યવાહી નિયામકીય પાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા બાબતે કોઈ અભિપ્રાય આપવાનો નથી. વધુમાં, આ નાણાકીય દંડ લાદવાથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક સામે કરવામાં આવી શકે તેવી અન્ય કોઈ પણ કાર્યવાહી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે.

(પુનીત પંચોલી)  
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2025-2026/857

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો