ભારતીય રિઝર્વ બેંકે ધી પ્રાઇમ કો-ઓપરેટિવ બેંક લિ., સુરત, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી પ્રાઇમ કો-ઓપરેટિવ બેંક લિ., સુરત, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 26 ડિસેમ્બર 2024 ના આદેશ દ્વારા ધી પ્રાઇમ કો-ઓપરેટિવ બેંક લિ., સુરત, ગુજરાત (બેંક) પર “ગ્રાહક સુરક્ષા - અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં સહકારી બેંકોના ગ્રાહકોની જવાબદારી મર્યાદિત કરવી”; ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો માટે પાયાનું સાયબર સુરક્ષા માળખું” ની સાથે ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો માટે વ્યાપક સાયબર સુરક્ષા માળખું – એક ક્રમિક અભિગમ” પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોનું બેંક દ્વારા પાલન ન કરવા બદલ ₹4.00 લાખ (રૂપિયા ચાર લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદયો છે. બેંકિંગ નિયમન ધારો, 1949 ની કલમ 46(4) (i) અને 56 ની સાથે કલમ 47 એ (1) (સી) ની જોગવાઈઓ વંચાણે લેતાં આરબીઆઈને મળેલ સત્તાની રૂએ આ દંડ લાદવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે 31 માર્ચ 2023 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં તેનું વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવાના નિરીક્ષણીય તારણો અને તેને સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં ઉપરના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ તેના પર દંડ કેમ ન લાદવો તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. નોટિસ અંગે બેંકનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ આરબીઆઈને અન્ય બાબતોની સાથે બેંક સામે નીચે મુજબના આરોપ યથાવત રહેતા હોવાનું લાગતાં આ નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે: બેંક નીચેની બાબતોમાં નિષ્ફળ પૂરવાર થઈ હતી:
સદર કાર્યવાહી નિયામકીય પાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા બાબતે કોઈ અભિપ્રાય આપવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.
(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1814 |