RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78470019

ભારતીય રિઝર્વ બેંક દ્વારા જમાકર્તા શિક્ષણ અને જાગરુકતા નિધિમાંથી નાણાકીય સહાયતા માટે અરજીઓની બીજી શૃંખલાનું આમંત્રણ

08 ઓક્ટોબર 2015

ભારતીય રિઝર્વ બેંક દ્વારા જમાકર્તા શિક્ષણ અને જાગરુકતા નિધિમાંથી
નાણાકીય સહાયતા માટે અરજીઓની બીજી શૃંખલાનું આમંત્રણ

ભારતીય રિઝર્વ બેંકે જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ (Depositor Education and Awareness Fund – DEAF) માંથી નાણાકીય સહાયતાના અનુદાન માટે સંસ્થાઓ, સંગઠનો અને સંઘોને નોંધણી માટે નવી અરજીઓની બીજી શૃંખલા માટે આમંત્રિત કર્યા છે.

ભારતીય રિઝર્વ બેંકે પાત્ર સંસ્થાઓ દ્વારા પાલન કરવાની શરતોને સંબંધિત જોગવાઈઓને સંશોધિત કરી છે અને પહેલી શૃંખલામાં ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત 90 અરજીઓના મૂલ્યાંકનના અનુભવના આધારે, સમિતિના નિર્ણયની પ્રક્રિયાથી સંબંધિત કેટલીક બાબતો (માનદંડો પર માર્ગદર્શિકાઓના પેરા 11.3 (બી), 11.3 (સી) અને 11.9(એ)(2))ને સંશોધિત કરવામાં આવી છે. સંશોધિત માર્ગદર્શિકાઓ અનુલગ્નક- I માં આપવામાં આવી છે.

ભારતીયત રિઝર્વ બેંકે જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા (ડીઈએ) નિધિમાંથી નાણાકીય સહાયતા અનુદાન માટે સંસ્થાઓ, સંગટ્ઠનો અને સંઘોની નોંધણીના માટે માનદંડો પરનો દિશાનિર્દેશ 9 જાન્યુઆરી 2015ના રોજ તેની વેબસાઇટ પર જારી કરેલ હતો. પ્રાપ્ત અરજીઓની સમીક્ષાના આધાર પર 20 સંસ્થાઓને નોંધણી માટે યોગ્ય ઠરાવવામાં આવી હતી. જમાકર્તા જાગરુકતા પ્રયાસોને વ્યાપક અને ગહન બનવવા માટેની આવશ્યકતા સાથે હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નવી અરજીઓની બીજી શૃંખલા માગવમાં આવે.

અરજી કેવી રીતે કરવી?

પાત્ર સંસ્થાઓ અરજીના ફૉર્મમાં દર્શાવવામાં આવેલા દસ્તાવેજોની સૂચી અનુસાર આવશ્યક દસ્તાવેજો/માહિતીની સાથે અનુલગ્નક- II ના સ્વરૂપમાં અનુસાર નિર્ધારિત ફોર્મેટમાં મુખ્ય મહાપ્રબંધક, બેંકિંગ વિનિયમન વિભાગ, કેન્દ્રીય કાર્યાલય, 12મો માળ, કેન્દ્રીય કાર્યાલય ભવન, શહીદ ભગત સિંહ માર્ગ, મુંબઈ 400 001 ને 8 જાન્યુઆરી 2016ના રોજ કારોબાર સમાપ્તિ વખતે યા તે પહેલા તેમની અરજી કરી શકે છે. જે સંસ્થાઓએ 9 જાન્યુઆરી 20 15ના પ્રેસ પ્રકાશન મુજબ પહેલી શૃંખલામાં નોંધણી હેતુ તેમની અરજી પ્રસ્તુત કરી હતી, તે સંસ્થાઓ બીજી શૃંખલામાં નોંધણી માટે અરજી કરવા માટે પાત્ર નથી.

પશ્ચાતભૂમિકા

બેંકિગ કાનૂન (સંશોધન) અધિનિયમ, 2012 ના અનુસરણમાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949માં કલમ 26એ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કલમ રિઝર્વ બેંકને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા (ડીઈએ) નિધિની સ્થાપના કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. તદનુસાર, ભારતીય રિઝર્વ બેંકે 21 જાન્યુઆરી 2014 ના રોજ જાહેર જનતાના પરામર્શને માટે જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા (ડીઈએ) નિધિનો મુસદ્દો તેની વેબસાઇટ ઉપર મૂક્યો હતો. મુસદ્દા પર પ્રાપ્ત ટિકાઓ તેમજ સુઝાવોના આધાર પર આ યોજનાને તૈયાર કરી 24 મે 2014ના રોજ સરકારના રાજપત્રમાં અધિસૂચિત કરવામાં આવી. આ યોજનામાં સંસ્થાઓ, સંગટ્ઠનો અને સંઘોની નોંધણી કરવા તથા જમાકર્તાઓના હિતોના સંવર્ધન માટે નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ રિઝર્વ બેંકે આ યોજના અંતર્ગત ડીઈએ નિધિમાંથી નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટે સંસ્થાઓ, સંગટ્ઠનો અને સંઘોની નોંધણી કરવા માટેના માનદંડનો મુસદ્દો તૈયાર કર્યો અને તે જાહેર જનતાના મંતવ્ય માટે 28 ઓક્ટોબર 2014ના રોજ જારી કરવામાં આવ્યો. માનદંડના મુસદ્દા ઉપર પ્રાપ્ત ટિકાઓ તેમજ સુઝાવોના આધાર પર ડીઈએ નિધિમાંથી નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટે સંસ્થાઓ, સંગટ્ઠનો તેમજ સંઘોની નોંધણી કરવા માટે માનદંડો પર માર્ગદર્શિકાઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું અને 9 જાન્યુઆરી 2015ના રોજ રિઝર્વ બેંકની વેબ સાઈટ ઉપર મૂકવામાં આવેલ.

અલ્પના કિલ્લાવાલા
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2015-2016/858


જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા (ડીઈએ) નિધિમાંથી નાણાકીય સહાયતા પ્રદાન કરવા માટે
સંસ્થાઓ, સંગટ્ઠનો તેમજ સંઘોની નોંધણી કરવા માટેના માનદંડો પર માર્ગદર્શિકાઓ

I. પશ્ચાતભૂમિકા

1. બેંકિગ કાનૂન (સંશોધન) અધિનિયમ, 2012 ના અનુસરણમાં બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949માં કલમ 26એ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કલમ રિઝર્વ બેંકને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા (ડીઈએ) નિધિની સ્થાપના કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. તદનુસાર, ભારતીય રિઝર્વ બેંકે 21 જાન્યુઆરી 2014 ના રોજ જાહેર જનતાના પરામર્શને માટે જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા (ડીઈએ) નિધિનો મુસદ્દો તેની વેબસાઇટ ઉપર મૂક્યો હતો. મુસદ્દા પર પ્રાપ્ત ટિકાઓ તેમજ સુઝાવોના આધાર પર આ યોજનાને તૈયાર કરી 24 મે 2014ના રોજ સરકારના રાજપત્રમાં અધિસૂચિત કરવામાં આવી.

2. નિધિનું સર્જન થઈ ચૂક્યું છે અને બધી જ બેંકો (પ્રાદેશિક ગ્રામિણ બેંકો તેમજ સ્થાનિક ક્ષેત્રીય બેંકો સહિત અનુસૂચિત વ્યાપારી બેંકો/રાજ્ય સહકારી બેંકો/જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકો)ને સૂચિત કરવામાં આવી છે કે એવા નિષ્ક્રિય ખાતાઓ કે જેના સંદર્ભમાં દસ વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ દાવો થયો નથી યા પરિચાલિત કરવામાં નથી આવ્યા અથવા તો એવી કોઈ પણ થાપણ કે રકમ જેના બાબતે દસ વર્ષથી વધુ સમયથી બિનવારસી પરિસ્થિતિમાં હોય, તે સર્વેને ઉક્ત નિધિમાં યોજનાના પેરેગ્રાફ 3 (vii) માં જણાવ્યા મુજબ હસ્તાંતર કરવામાં આવે. બેંકો વર્ષના દરેક મહિનામાં આવી પાકતી રકમો તેમજ અનુવર્તિ મહિનાના છેલ્લા કાર્ય-દિવસ સુધી તેની ઉપર ચઢેલા વ્યાજ (એટલે કે નિષ્ક્રિય ખાતાની રકમો તેમજ અન્ય બાકીઓ જે દસ વર્ષ કે તેથી વધુ સમયથી બિનવારસી પરિસ્થિતિમાં હોય) ને યોજનામાં જણાવ્યા મુજબ નિધિમાં હસ્તાંતર કરશે.

3. જમાકર્તાઓના હિતોના સંવર્ધન માટે અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જમાકર્તાઓના હિતોની વૃદ્ધિ માટે સમયે સમયે સૂચિત કરવામાં આવતા આવા અન્ય હેતુઓ માટે નિધિનો ઉપયોગ કરવામાં આવશે. બિનવારસી પરિસ્થિતિમાં રહેલી થાપણોનું નિધિમાં હસ્તાંતર થઈ ગયા બાદ પણ જમાકર્તા તેની થાપણ બેંકમાંથી પાછી મેળવવા અથવા તેનુ ખાતું પરિચાલિત કરવા માટે દસ વર્ષ પછી પણ હક્કદાર રહેશે. બેંક આવી રકમ જમાકર્તાને પરત કરવા માટે જવાબદાર રહેશે અને આવી રકમને નિધિમાંથી પરત મેળવવા માટેનો દાવો કરશે.

4. યોજનાના પેરા 8 (i) મુજબ યોજના પ્રમાણે નિધિના સંચાલન અને વહિવટ કરવા માટે એક સમિતિની રચના કરવાની રહેશે. યોજનાના પેરા 11 (i) માં જણાવેલ છે કે જમાકર્તાઓના હિતોના સંવર્ધન માટે આ સમિતિ સમયે સમયે, બેંકોના જમાકર્તાઓ માટે કાર્યક્રમોનું આયોજન કરવા સંબંધિત, જમાકર્તાઓ માટે ચર્ચા-વિચારણાઓ તેમજ વિચાર-ગોષ્ઠિઓ આયોજિત કરવા સંબંધિત તેમજ આ ક્ષેત્રમાં પરિયોજનાઓ તેમજ સંશોધન ને લગતી પ્રવૃત્તિઓ કરવા સંબંધિત જમાકર્તાઓની જાગૃતિ અને શિક્ષણ માટેની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી વિવિધ સંસ્થાઓ, સંગટ્ઠનો અને સંઘોની નોંધણી કરશે/માન્યતા આપશે. વધુમાં યોજનાના પેરા 11 (iii) માં જણાવ્યા મુજબ સમિતિ સંસ્થાઓ, સંગટ્ઠનો અને સંઘોને નાણાકીય મદદ પૂરી પાડવા માટેના માનદંડો નિશ્ચિત કરશે. તે મુજબ, સંસ્થાઓ, સંગટ્ઠનો તેમજ સંઘોને નિધિમાંથી નાણાકીય મદદ પૂરી પાડવા માટે નોંધણી કરવા માટેના માનદંડોનો એક મુસદ્દો ઘડી કાઢવામાં આવ્યો અને જાહેર જનતાના અભિપ્રાયો માટે 28 ઓક્ટોબર 2014ના રોજ જારી કરવામાં આવ્યો. માનદંડોના મુસદ્દા સંબંધિત આવેલા અભિપ્રાયો તેમજ સુઝાવોના આધારે સંસ્થાઓ, સંગટ્ઠનો તેમજ સંઘોને નિધિમાંથી નાણાકીય મદદ પૂરી પાડવા માટે નોંધણી કરવા માટે નીચે પ્રમાણેની માર્ગદર્શિકાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું અને આ માર્ગદર્શિકાઓને તારીખ 09 જાન્યુઆરી 2015 ના રોજ બેંકની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી. પ્રથમ શૃંખલામાં મેળવેલા અનુભવના આધારે, હાલની માર્ગદર્શિકાઓના પેરા 3(b), 3 (c) અને 9 (A)(2) માં અમુક ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંશોધિત માર્ગદર્શિકાઓ નીચે મુજબ છે.

II. માર્ગદર્શિકાઓ

1. નોંધણી માટે પાત્ર સંસ્થાઓ

A. નીચેની સંસ્થાઓની નોંધણી માટે ગણના કરવામાં આવશે.

એવી સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘો જે પહેલેથી બેંકના જમાકર્તાઓની કેળવણી અને જાગરૂકતા સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોય અથવા તો સંશોધન સંબંધિત પ્રવૃત્તિઓ સહિત જમાકર્તાઓના શિક્ષણ માટેના કાર્યક્રમો, વિચાર-ગોષ્ઠિઓ, ચર્ચા-વિચારણાઓ હાથ ધરવા અંગેની બાબત જેમની વિચારણા હેઠળ હોય.

B. નીચે મુજબની કોઈ પણ સંસ્થા/સંગટ્ઠન/સંઘ,

  1. જેની જાહેર ધર્માદા ટ્રસ્ટ તરીકે જેની રચના થઈ હોય.

  2. જેની સોસાયટી નોંધણી અધિનિયમ, 1860 (1860 નો 21) અથવા તે અધિનિયમ અનુસાર ભારતના કોઈ ભાગમાં ચલણમાં હોય તેવો કોઈ કાયદા હેઠળ નોંધણી થઈ હોય.

  3. જેની રાજ્ય સહકારી મંડળી અધિનિયમ હેઠળ નોંધણી થઈ હોય.

  4. જેની કંપની અધિનિયમ, 1956 (1956 નો 1) અથવા કંપની અધિનિયમ, 2013 (2013 નો 8) ની કલમ 8 હેઠળ જેની નોંધણી હોય.

  5. જેની કાયદા હેઠળ વિદ્યાપીઠ તરીકે સ્થાપના થઈ હોય.

  6. જેની શૈક્ષણિક સંસ્થા તરીકે સરકાર દ્વારા અથવા કાયદા હેઠળ સ્થપાયેલી વિદ્યાપીઠ દ્વારા માન્ય કરવામાં આવી હોય અથવા કોઈ વિદ્યાપીઠ સાથે જોડાયેલી હોય.

  7. જેની નાણાકીય જરૂરિયાત, સંપૂર્ણ યા અંશત:, સરકાર દ્વારા યા સ્થાનિક સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી હોય.

  8. કેન્દ્રના લશ્કરી દળો દ્વારા, આવા દળોના ભૂતકાળના તેમજ વર્તમાનકાળના સભ્યોના તેમજ તેમના આશ્રિતોના કલ્યાણ માટે, સ્થાપવામાં આવેલા રેજીમેન્ટલ ફંડ અથવા નોન-પબ્લિક ફંડ.

2. ઉદ્દેશો

બેંકોના જમાકર્તાઓની જાગરૂકતા અને શિક્ષણને વૃદ્ધિ અર્પવાની અથવા જમાકર્તાઓ માટે, સંશોધન સહિતના શિક્ષણના કાર્યક્રમો, ચર્ચા-વિચારણાઓ તેમજ વિચાર-ગોષ્ઠિઓ આયોજિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓ કરતી હોય તેવી વિવિધ સંસ્થાઓ, સંગટ્ઠનો અને સંઘોને નાણાકીય સહાયતા પૂરી પાડવી.

3. પાત્ર સંસ્થાઓ દ્વારા પૂરી કરવાની શરતો

  1. સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોના શાસન અને સંચાલન માટે પોતાના નિયમો, વિનિયમો અને પેટા-કાયદાઓ હોવા જોઈશે. આ નિયમો, વિનિયમો તેમજ પેટા-કાયદાઓ નોંધણીની શરતોને સુસંગત હોવા જોઈએ. સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોનું સંચાલન બોર્ડ/સંચાલન સમિતિ દ્વારા દ્વારા થતું હોવું જોઈએ. વધુમાં આવી સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોના નિયમો, વિનિયમો અને પેટા-કાયદાઓમાં તેમની આવક કે મિલકત “ધર્માદા હેતુ” સિવાયના કોઈ અન્ય હેતુ માટે ખરચી શકાય એવી કોઈ જોગવાઈ ન હોવી જોઈએ.

  2. જે કાયદા હેઠળ તેમની રચના થઈ છે તેવા લાગુ પડતા કાયદા અંતર્ગત જરૂરી એટલી લઘુત્તમ સંખ્યામાં આ સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોના સભ્યો હોવા જોઈએ. આ બાબતમાં તેમનો ભૂતકાળનો રેકર્ડ પણ ચોખ્ખો હોવો આવશ્યક છે. લઘુત્તમ શેરધારકો/સભ્યોની આવશ્યકતા ઉપરાંત કંપની અધિનિયમ, 1956 ની કલમ 25 હેઠળ અથવા કંપની અધિનિયમ, 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલી કંપનીઓ માટે બહુ-વિધ શેરહોલ્ડીંગ, ન્યૂનતમ 3 સ્વતંત્ર નિર્દેશકો, સુઘડ કોરપોરેટ શાસન અને ઓડિટ સમિતિ હોવા આવશ્યક છે. આ જરૂરિયાત અરજદાર કંપની અથવા તેની પ્રવર્તક કંપનીની કક્ષાએ લાગુ કરી શકાય છે.

  3. જો સમિતિ દ્વારા કોઈ ખાસ છૂટ આપવામાં ન આવી હોય તો, નોંધણી માટે અરજદાર સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘો, અરજીની તારીખ પહેલા ઓછામાં ઓછા 5 વર્ષથી અસ્તિત્વમાં હોવા જોઈએ. આ 5 વર્ષમાંથી છેલ્લા 3 વર્ષમાં આવી સંસ્થાઓનો ટ્રેક રેકર્ડ ગ્રાહક સુરક્ષા/જાગરૂકતાના ક્ષેત્રમાં, નાણાકીય સાક્ષરતા સાથે ગ્રાહક સુરક્ષા/જાગરૂકતા પર ન્યૂનતમ એક કાર્યક્રમ, તરતના અગાઉના વર્ષમાં નાણાકીય સાક્ષરતા કરેલ હોવો જરૂરી છે.

4. પ્રવૃત્તિઓનું ક્ષેત્ર

જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિમાંથી નાણાકીય સહાયતા નીચે જણાવેલ પ્રવૃત્તિઓના ક્ષેત્રો માટે આપવામાં આવશે.

  1. હજી સુધી શામેલ નથી થઈ શક્યા તેવા સમાજના ક્ષેત્રોમાં નાણાકીય સાક્ષરતાના લાભ અંગે તેમજ જમાકર્તાઓના માન્ય સંઘો/બિનસરકારી સંસ્થાઓના સહયોગમાં, નોંધણી કરાવવા તેમજ ખાતું વાસ્તવિક રીતે ખોલાવવા માટેની કાર્યવિધિ તેમજ કાર્યપદ્ધતિની માહિતી સહિત વિવિધ ચેનલો ઉપર ઉપલબ્ધ વિવિધ ઉત્પાદો વિષે શિક્ષણ આપવા તેમજ જાગૃતિનો પ્રસાર કરવા, માટેના કાર્યક્રમો/પ્રસંગોનું આયોજન કરવું,

  2. સલામત અને સુરક્ષિત બેંકિંગની જાણકારી સહિત નાણાકીય સાક્ષરતા આપવા માટે જમાકર્તાઓ તેમજ જમાકર્તાઓના સંઘો માટે ચર્ચા-વિચારણા તેમજ વિચાર-ગોષ્ઠિનું આયોજન કરવું

  3. જમાકર્તાઓના શિક્ષણ, હક્કો અને જાગૃતિ સંબંધિત પરિયોજનાઓ તેમજ સંશોધનકીય પ્રવૃત્તિઓને નાણાકીય સહાય પૂરી પાડવી.

  4. જમાકર્તાઓની જાગૃતિ માટે પ્રદર્શનોમાં, વિચાર-ગોષ્ઠિઓમાં, ટાઉન-હોલ કાર્યક્રમોમાં, બાહ્યપ્રસારના (outreach) કાર્યક્રમો માં વિતરણ અર્થે જરૂરી સામગ્રીનું ઉત્પાદન/પ્રાપ્તિ.

  5. ગ્રાહક સાક્ષરતા અને ગ્રાહક સુરક્ષા માટે પ્રસારમાધ્યમો ઉપર ઝુંબેશ ચલાવવી.

  6. બીજા ગ્રાહક સુરક્ષા/જાગરૂકતા અંગેના કાર્યક્રમો.

બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 26A(4)ના સંદર્ભમાં આ ફક્ત સૂચક યાદી છે અને એવી કોઈ પણ પ્રવૃત્તિ જે નિધિના હેતુઓના સંવર્ધન માટે જરૂરી હોય તેની પણ સમયે સમયે રિઝર્વ બેંક ગણના કરી શકે છે.

5. પરિયોજનાની રૂપરેખા અને નાણાકીય સહાયતા

બેંકના જમાકર્તાઓના શિક્ષણ અને જાગરૂકતા માટે, કોઈ નોંધાયેલી સંસ્થા/સંગટ્ઠન/સંઘની પાસે, જો કોઈ અર્થક્ષમ પરિયોજના કે પ્રસ્તાવ હોય તો તે નિધિમાંથી સહાયતા મેળવવા માટે પાત્ર છે. નોંધાયેલી સંસ્થાઓ તેમની પરિયોજનાઓની વિગતો તેમજ તેના અંદાજીત ખર્ચ અને સહાયતાની જરૂરિયાતની વિગતો સાથે નાણાકીય સહાયતા માટે અરજી કરી શકે છે.

સમિતિ દ્વારા નોંધાયેલી કે માન્યતા-પ્રાપ્ત સંસ્થાઓ, સંગટ્ઠનો કે સંઘોને સહાયતા અનુદાન માટે તેમના દ્વારા પ્રસ્તાવિત કરેલી પ્રવૃત્તિઓના પ્રકારના આધાર ઉપર એક જ હપ્તા રૂપે અથવા તબક્કાવાર પ્રતિપૂર્તિરૂપે ચૂકવવામાં આવશે.

6. અન્ય શરતો

  1. સંસ્થા/સંગટ્ઠન/સંઘ કોઈ ખાસ વ્યક્તિ, ધર્મ, સમાજ કે જ્ઞાતિના લાભ માટે જ કામ કરતી ન હોવી જોઈએ.

  2. સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોએ બાંહેધરી આપવાની રહેશે કે નિધિમાંથી મળેલ નાણાનો ઉપયોગ ફક્ત રિઝર્વ બેંક/નિધિ દ્વારા મંજૂર કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને તેને આનુષાંગિક ખર્ચાઓ માટે જ કરવામાં આવશે.

  3. સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોએ નિધિમાંથી પ્રાપ્ત સહાયતા અનુદાન સંબંધિત તેમના દ્વારા રાખવામાં આવતા ચોપડા અને હિસાબો અને ખર્ચની પદ્ધતિ અંગેની વિગતો, નિધિ/રિઝર્વ બેંક/રિઝર્વ બેંકના પ્રતિનિધિને ઉપલબ્ધ કરાવવા માટેની બાંહેધરી આપવાની રહેશે.

  4. નિધિમાંથી જેમને નાણાકીય સહાયતા પ્રાપ્ત થઈ છે તેવી સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોએ તેમના દ્વારા જમાકર્તાઓના શિક્ષણ અને જાગરૂકતા સંબંધિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવેલા ખર્ચ અંગેનો લેખા પરીક્ષક (Chartered Accountant) દ્વારા પ્રમાણિત કરેલો અહેવાલ પ્રસ્તુત કરશે.

7. દેખરેખ

નોંધણી પશ્ચાત સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવામાં આવશે. જો સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ રિઝર્વ બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી પ્રવૃત્તિઓને અનુરૂપ નહીં હોય, તો સમિતિ આવી સંસ્થા/સંગટ્ઠન/સંઘની નોંધણી રદ કરશે અને આ બાબતમાં સમિતિએ લીધેલો નિર્ણય અંતિમ ગણવામાં આવશે. અનુદાન કરેલ નાણાના સંદર્ભમાં સમિતિ નિધિના હિતમાં જે યોગ્ય હોય તેવો નિર્ણય લેશે જેમાં જ્યારે જરૂર ઊભી થાય ત્યારે કાયદેસર પગલાનો પણ સમાવેશ થાય છે.

8. અરજી માટેની કાર્યવિધિ

અનુબંધ-II માં દર્શાવ્યા મુજબ નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. વિશેષમાં, અરજીના ફોર્મમાં દર્શાવ્યા મુજબ અરજદારે તેના શેરધારણ, સભ્યપદ, નાણાકીય પત્રકો, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્ય/કેન્દ્ર સરકાર પાસેથી મેળવેલી મંજૂરીઓ/અનુદાનોની સૂચી વિ. ના આધાર સ્વરૂપે જરૂરી દસ્તાવેજો/માહિતિ પૂરા પાડવાના રહેશે. અન્ય વિગતો સાથેની નોંધણી માટેની અરજી નીચે મુજબ સંબોધિત કરેલી હોવી જોઈએ.

મુખ્ય મહાપ્રબંધક
બેંકિંગ વિનિયમન વિભાગ
ભારતીય રિઝર્વ બેંક, કેન્દ્રીય કાર્યાલય
12મો માળ, કેન્દ્રીય કાર્યાલયનું મકાન
શહીદ ભગત સિંઘ રોડ
મુંબઈ – 400 001

બીજી શૃંખલામાં, અરજીઓ ઉપરના સરનામે તારીખ 8 જાન્યુઆરી 2015ના કારોબારી સમાપ્તિ સુધી સ્વીકારવામાં આવશે. નોંધણીના કાર્યનો અનુભવ પ્રાપ્ત થયા બાદ, અરજીઓ નિરંતર સ્વીકારવામાં આવશે. તેમ છતાં, આ માર્ગદર્શિકાઓ નિયત સમયાંતરે કરવામાં આવનાર સમીક્ષા તેમજ પુનરાવર્તનને આધીન છે.

9. સમિતિના નિર્ણય અંગેની પ્રક્રિયા

A. નોંધણીના સમયે સમિતિ

  1. પ્રારંભમાં, પ્રથમદર્શની પાત્રતાની ખાત્રી કરવા માટે, અરજીઓનું અન્વીક્ષણ કરશે અને અરજીઓની યોગ્યતા અંગેનો નિર્ણય લેવા માટે વધારાના માપદંડો પણ લાગુ કરશે.

  2. નિધિમાંથી સહાયતા માગી રહેલી સંસ્થા/સંગટ્ઠન/સંઘની પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે, તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા છેલ્લા 3 વર્ષના લેખા-પરીક્ષિત હિસાબો (audited accounts) અને વાર્ષિક અહેવાલો ગણતરીમાં લેશે અને અરજદારો દ્વારા કરવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓની પણ તપાસ કરશે.

  3. અરજદાર નોંધણી માટે યોગ્ય અને ઉચિત (fit and proper) છે કે નહીં તે બાબતને નિશ્ચિત કરવા માટે રિઝર્વ બેંકના પ્રાદેશિક કાર્યાલયો સહિત અન્ય સત્તાધીશોનો પણ, તેને જરૂર લાગે તો, પૂછપરછ માટે સંપર્ક કરશે.

  4. અરજીઓના પ્રાથમિક અનુવીક્ષણનું કાર્ય અુવીક્ષણ સમિતિને પણ સોંપે જેમાં એવા પણ સભ્યો હોઈ શકે જે સમિતિના સભ્યો ન હોય.

B. નાણાકીય સહાયતાનું અનુદાન કરતી વખતે સમિતિ

  1. અરજીઓની અને અનુદાન તેમજ સહાયના અંતિમ ઉપયોગોની, નાણાની ચૂકવણી અધિકૃત કરતા પહેલા, ચકાસણી કરશે.

  2. આવી સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોને અગાઉ આપવામાં આવેલી સહાયતા અંગે માહિતી મંગાવીને અથવા અન્ય કોઈ રીતે તેના અંતિમ ઉપયોગની ચકાસણી કરશે.

  3. પ્રસ્તાવિત પરિયોજના, યોજનાના હેતુઓના સંવર્ધન માટે જ છે તે બાબતની ખાતરી કરવા માટે, રિઝર્વ બેંકના પ્રાદેશિક કાર્યાલયો સહિત અન્ય સત્તાધીશોનો પણ, તેને જરૂર લાગે તો, પૂછપરછ માટે સંપર્ક કરશે.

10. નોંધણી અને નાણાકીય સહાયતાનું અનુદાન

  1. સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોની નોંધણી અને અંતે નાણાનું વિતરણ – એ દ્વિસ્તરીય પ્રક્રિયા છે અને બંને પ્રક્રિયા અલગ અલગ રીતે કરવામાં આવશે. નોંધણી પછી, નાણાનું વિતરણ પરિયોજનાના આધારે કરવામાં આવશે અને તે પ્રક્રિયા અલગ રીતે કરવામાં આવશે.

  2. જે નોંધાયેલી સંસ્થા/સંગટ્ઠન/સંઘ પાસે જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા પર કોઈ અર્થક્ષમ પરિયોજના હશે, તે નિધિમાંથી સહાયતા મેળવવા માટે હક્કદાર રહેશે. તેમ છતાં, ફક્ત નોંધણીથી જ આપોઆપ કોઈ સંસ્થા/સંગટ્ઠન/સંઘ નિધિમાંથી સહાયતા મેળવવા માટે પાત્ર નહીં બની શકે.

  3. પારદર્શીતાની જાળવણી અર્થે નોંધાયેલી સંસ્થાઓ/સંગટ્ઠનો/સંઘોના નામ ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?