RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507015

સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II

RBI/2017-18/17
IDMD.CDD.ક્રમાંક: 28/14.04.050/2017-18

06 જુલાઈ, 2017

ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર
તમામ શિડૂયલ કોમર્શિયલ બેન્કો
(RRBs સિવાયની)
સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL)
નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટે અને મુંબઈ સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ.

શ્રીમાન/મેડમ,

સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II

ભારત સરકારે તેના તારીખ 06 જુલાઇ, 2017 ની અધિસુચના ક્રમાંક: F- 4(20)-B(W&M)/2017 દ્વારા જાહેર કર્યું કે સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II ભરણા માટે 10 જુલાઇ, 2017 થી 14 જુલાઇ, 2017 ખુલ્લા રહેશે. ભારત સરકાર અગાઉ થી નોટિસ આપીને યોજના નિયત સમય પહેલાં બંધ કરી શકે છે. બોન્ડ જારી કરવાના નિયમો અને શરતો નીચે પ્રમાણે રહેશે.

1. રોકાણ કરવા માટે ની પાત્રતા:

યોજના હેઠળ ના બોન્ડ ભારત નો નિવાસી, વ્યક્તિગત રીતે આવી વ્યક્તિ તરીકે અથવા નાબાલિગ બાળક વતી અથવા સંયુક્ત રીતે કોઈ બીજી વ્યક્તિ સાથે ધારણ કરી શકે છે. ટ્રસ્ટ, સખાવતી સંસ્થા અને યુનિવર્સિટી પણ બોન્ડ ધરાવી શકે છે. ફોરેન એક્ષચેન્જ કાયદો. 1999 ની કલમ 2(v) ને કલમ 2(u) સાથે વંચાણમાં લેતા, માં ‘ભારતમાં રહેતીવ્યક્તિ’ વ્યાખ્યાઇત થયેલ છે.

2. સિક્યોરિટી નું સ્વરૂપ

બોન્ડ્સ સરકારી સિક્યોરિટી એક્ટ 2006, ની કલમ 3 અનુસાર ભારત સરકાર ના સ્ટોક ની જેમ જારી કરાશે. રોકાણકારો ને હોલ્ડિંગ સર્ટિફિકેટ (Form-C) જારી કરવામાં આવશે. બોન્ડ્સ ડિમેટ માં પરીવર્તન ને પાત્ર છે.

3. જારી કરવાની તારીખ

જારી કરવાની તારીખ 28 જુલાઇ, 2017 રહેશે.

4. ડિનોમિનેશન

બોન્ડ સોના ના 1 ગ્રામ ના એકમ અને તેના ગુણાંક માં વરાયેલ હશે. નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) દરમિયાન બોન્ડ માં રોકાણ ની લઘુત્તમ મર્યાદા એક ગ્રામ, વ્યક્તિ દીઠ પાંચસો ગ્રામની મહત્તમ મર્યાદા સાથે રહેશે.

5. ઇસ્યુ ભાવ

બોન્ડ નો વાસ્તવિક ભાવ ભારતીય રૂપિયા માં, ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન લિમિટેડ દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોના ના, સબ્સ્ક્રિપ્શન અવધિ ના આગળ ના સપ્તાહ ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર થી નિશ્ચિત કરાશે. ઇસ્યુ ભાવ વાસ્તવિક ભાવ કરતાં 50/- સોના ના પ્રતિ ગ્રામ દીઠ ઓછો હશે.

6. વ્યાજ

બોન્ડ માં કરેલ પ્રારંભિક રોકાણ પર વાર્ષિક 2.50 ટકા ના નિયત દરે વ્યાજ મળશે. વ્યાજ અર્ધ વાર્ષિક ધોરણે આપવામાં આવશે અને પાકતી મુદતે છેલ્લું વ્યાજ મુદ્દલ સાથે આપવામાં આવશે.

7. ભરણું સ્વીકારનાર કચેરીઓ

બોન્ડ માટે ની અરજીઓ સીધીજ કે એજન્ટ દ્વારા સ્વીકારવા માટે શિડૂયલ વાણિજ્ય બેન્કો (RRBs સિવાય), નિયત કરાયેલ પોસ્ટ ઓફિસો (અધિસૂચિત કરવામાં આવશે), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL) અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્ષ્ચેંજો જેવા કે નેશનલ સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ અને મુંબઈ સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ ને અધિકૃત કરવામાં આવેલ છે.

8. ચુકવણી ના વિકલ્પ

ચુકવણી ભારતીય રૂપિયા માં નકદ 20,000/- ની મહત્તમ મર્યાદા માં અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા કરી શકાશે. જ્યાં ચુકવણી ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ મારફત કરવામાં આવેતો તે ભરણું સ્વીકારનાર કચેરી ની તરફેણ માં લખાયેલ હોવા જોઈએ.

9. રિડંપ્શન

i). બોન્ડ જારી કરવાની તારીખ 28 જુલાઇ, 2017 થી આઠ વર્ષની સમાપ્તિ પર બોન્ડ ની પુનઃ ચૂકવણી કરવામાં આવશે. બોન્ડ જારી કર્યા ની તારીખ ના પાંચ વર્ષ ,વ્યાજ ચુકવણી ની તારીખે મુદત પહેલા બોન્ડ નું રિડંપ્શન કરવાની પરવાનગી આપવામાં આવશે.

ii). રિડંપ્શન ભાવ, ભારતીય રૂપિયા માં, IBJA દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના આગળ ના સપ્તાહ (સોમવાર – શુક્રવાર) ના બંધ ભાવ ની સાદી સરેરાશ પર આધારિત હશે.

iii). ભરણું સ્વીકારનાર કચેરીઓ એ ગોલ્ડ બોન્ડ ની પાકતી મુદતના એક મહિના પહેલા રોકાણકારોને પાકતી મુદતની તારીખ ની જાણ કરવાની રહેશે.

10. પુનઃચૂકવણી

ભરણું સ્વીકારનાર કચેરીઓ એ ગોલ્ડ બોન્ડ ની પાકતી મુદત ના એક મહિના પહેલા રોકાણકારોને જણાવવાની રહેશે.

11. SLR પાત્રતા

બોન્ડ્સ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ના હેતુ માટે પાત્ર હશે.

12. બોન્ડ સામે લોન

લોન માટે બોન્ડ્સ ને જામીનગીરી જેમ વાપરી શકાશે. લોન ટૂ વેલ્યૂ ગુણોત્તર સામાન્ય સુવર્ણ લોન માટે રિઝર્વ બેન્કે વખતો વખત આદેશ કર્યા પ્રમાણે રાખવા નો રહેશે. બોન્ડ પરના પૂર્વાધિકારને, અધિકૃત બેન્કો દ્વારા ડિપોઝિટરીમાં નોંધાવવાનો રહેશે.

13. કર (ટેક્ષ ) ટ્રીટમેન્ટ

બોન્ડ પર નું વ્યાજ ઇન્કમટેક્ષ એક્ટ, 1961 ની જોગવાઇઓ અનુસાર કરપાત્ર હશે. વ્યક્તિ ને પુનઃચૂકવણી વખતે મૂડી લાભ (નફો) પર ના કર માંથી મુક્તિ છે. બોન્ડના ટ્રાન્સફર વખતે કોઈ પણ વ્યક્તિને લાંબા ગાળાના મૂડી લાભ માટે ઇન્ડેક્સેશન લાભો પ્રદાન કરવામાં આવશે.

14. અરજી (Applications)

બોન્ડ ના ભરણા માટે અરજી નિયત કરાયેલ ફોર્મ (Form-‘A’) અથવા તેના જેવાજ કોઈપણ ફોર્મ માં સોના ના ગ્રામ અને અરજદાર નું પૂરું નામ અને સરનામું સ્પષ્ટ જણાવી ને કરવા ની રહેશે. ભરણું સ્વીકારનાર કાર્યાલયે અરજદાર ને ‘Form ‘B’ માં સ્વીકૃતિની રસીદ આપવા ની રહેશે.

15. નોમિનેશન

તારીખ 01 ડિસેમ્બર, 2007 ના પ્રકાશિત થયેલ સરકારી ગેઝેટ ના ભાગ-3 ની કલમ-4 મુજબ નોમિનેશન અને તેને રદ કરવા માટે, ગવર્નમેંટ સિક્યોરિટી એક્ટ , 2006 (2006 ની 38) અને ગવર્નમેંટ સિક્યોરિટી નિયમો , 2007 ની જોગવાઇઓ અનુસાર અનુક્રમે Form ‘D’ અને Form ‘E’ માં કરવાનું રહેશે.

16. ટ્રાન્સફર

તારીખ 01 ડિસેમ્બર, 2007 ના પ્રકાશિત થયેલ સરકરી ગેઝેટ ના ભાગ-3 ની કલમ-4 મુજબ ટ્રાન્સફર કરવા માટે, ગવર્નમેંટ સિક્યોરિટી એક્ટ , 2006 (2006 ની 38) અને ગવર્નમેંટ સિક્યોરિટી નિયમો , 2007 ની જોગવાઇઓ અનુસાર Form ‘F’ પ્રમાણે કરવાનું રહેશે.

17. ટ્રેડેબિલિટી

ભારતીય રિઝર્વ બેન્ક સૂચિત કરે તે તારીખ થી બોન્ડ નું ટ્રેડિંગ કરી શકાશે.

18. વિતરણ માટે કમિશન

ભરણું સ્વીકારનાર કચેરીઓ ને, તેમણે સ્વીકારેલ કુલ ભરણા ઉપર રૂપિયો એક પ્રતિ રૂપિયા સો ના દરે દલાલી ચૂકવવા માં આવશે અને ભરણું સ્વીકારનાર કચેરીઓ એ તેમાંથી ઓછામાં ઓછી 50% દલાલી એજન્ટ અથવા સબ એજન્ટ સાથે તેમના દ્વાર ધંધો લાવવા માટે વહેંચવાની રહેશે.

19. બાકીના બધાજ નિયમો અને શરતો ભારત સરકાર ના નાણાં ખાતા (આર્થિક બાબતોનો વિભાગ) ની તારીખ 08 ઓક્ટોબર, 2008 ની અધિસૂચના નંબર ક્રમાંક : 4(13)W&M/2008 ના નંબર F માં દર્શાવ્યા પ્રમાણે લાગુ પડશે.

20. સોવરીન સુવર્ણ બોન્ડ ને લગતી ઓપરેશનલ ગાઈડલાઇંસ સોવારીન સુવર્ણ બોન્ડ -2016-17 શ્રેણી I, તારીખ 06 જુલાઇ, 2017 ના જારી કરાયેલ પરિપત્ર IDMD.CDD. ક્રમાંક: 29/14.04.050/2017 પ્રમાણે છે.

આપનો આજ્ઞાંકિત

(શાયની સુનિલ)
ઉપ મહાપ્રબંધક

બિડાણ: ઉપર પ્રમાણે

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?