ભારતીય રિઝર્વ બેંકે ધી હાલોલ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., જીલ્લો પંચમહાલ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ. - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી હાલોલ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., જીલ્લો પંચમહાલ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 04 ડીસેમ્બર 2024ના આદેશ દ્વારા, ધી હાલોલ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., જીલ્લો પંચમહાલ, ગુજરાત (બેંક) પર ‘જેમાં નિર્દેશકો, તેમના સગાવ્હાલાં હોદ્દો અથવા હિત ધરાવતા હોય તેવા ટ્રસ્ટો અને સંસ્થાઓને દાન’ અને ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(i) અને કલમ 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. 31 માર્ચ 2023ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને વિશેષ નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંકે : (i) ટ્રસ્ટને કેટલીક રકમનું દાન કર્યું હતું, જેમાં બેંકના નિર્દેશક હિત ધરાવતા હતા; (ii) એવી લૉન મંજુર કરી હતી, જેમાં બેંકના નિર્દેશકના સગા ગેરંટીકર્તા તરીકે ઊભા હતા. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.
(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1666 |