નાગરિકનો કોર્નર - આરબીઆઈ - Reserve Bank of India
વિહંગાવલોકન
ભારતીય રિઝર્વ બેંક – ભારત ની મધ્યસ્થ બેંક- આ સંપર્ક પ્રયાસ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. દેશ ની મધ્યસ્થ બેંક હોવાના કારણે, અમે આપના નાણા નું મૂલ્ય જાળવી રાખવા માટે એક થી વધુ રીતે પ્રયત્ન કરીએ છીએ; તમારી સંપતિ નું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે ની માહિતી દ્વારા આપને સક્ષમ બનાવવા તે તેમાંનો એક પ્રયત્ન છે.
આ સાઈટ પર- જે આપના સુધી પહોચવા માટે એક માધ્યમ છે- અમે તમને તમારી ભાષામાં એવી માહિતી આપવાનો પ્રયાસ કરીશું કે જેનો તમે ઉપયોગ કરી શકો. શરૂઆતમાં, તમે ભારતીય રિઝર્વ બેંક ની ભૂમિકા અને કાર્યો તથા ભારત ની મધ્યસ્થ બેંક તમારા માટે કેટલી પ્રાસંગિક છે તેના વિષે વાંચી શકો છો. આપ ભારતીય રિઝર્વ બેંક ના નિયમો ને પણ વાંચી શકશો જે તમારી બેંક સાથે ના તમારા સંબંધો ને સંચાલિત કરે છે. આપ અમને પ્રશ્નો પૂછી શકો છો અને તમારી શંકાઓ અંગે સ્પષ્ટતાઓ મેળવી શકો છો. સાથે સાથે, તમારી બેંક અથવા આરબીઆઈ ના કોઈ વિભાગ કે કાર્યાલય દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાઓ માં ની ત્રુટી વિરુદ્ધ ફરિયાદ પણ નોધાવી શકો છો. અમે આપને નાણા, બેન્કીંગ અને ફાઈનાન્સ વિષે માહિતી પૂરી પાડીશું—જેમાં કેટલીક રસપ્રદ તથા અન્ય ઉપયોગી હશે. કારણ કે...........
.................. અમે સમજીએ છીએ કે સામાન્ય માણસ ને સક્ષમ બનાવવો એજ સંપતિ ના સંરક્ષણ નો ચોક્કસ તથા સુરક્ષિત માર્ગ છે.