વરિષ્ઠ નાગરિકો માટેની સુવિધાઓ પર આઈવીઆરએસ - આરબીઆઈ - Reserve Bank of India
વરિષ્ઠ નાગરિકો માટે સુવિધાઓ અંગે આઈવીઆરએસ
શું તમે જાણો છો કે જો તમારી ઉંમર 70 વર્ષથી વધુ હોય તો તમે તમારે ઘરે બેઠાં અમુક મૂળભુત બેંકિંગ લેવડ – દેવડ કરી શકો છો. બૅન્ક તમારા ઘરેથી કૅશ અથવા ચૅક એકત્ર કરવાની વ્યવસ્થા કરશે. જેની સામે તમને તે મળ્યાની રસીદ આપવામાં આવશે. તમારા ખાતામાંથી કાઢવામાં આવેલી રોકડ રકમ અથવા તમારા ખાતામાંથી ડિમાન્ડ ડ્રાફટથી કાઢવામાં આવેલી રકમ પણ તમને પહોંચાડવામાં આવશે. સૌથી મહત્વની વાત તમે ઘરે બેઠાં તમારા કેવાયસી દસ્તાવેજો અને લાઇફ સર્ટિફિકેટ પણ જમા કરાવી શકો છો. બેંક આ સેવા માટે તેમના બૉર્ડ દ્વારા સ્વીકૃત પૉલિસીને આધારે ચાર્જ વસૂલ કરી શકે છે. અલબત, વરિષ્ઠ નાગરિકોને કેટલીક સેવાઓ નિ:શુલ્ક આપવાનું પણ બેંકને જણાવવામાં આવ્યું છે. વરિષ્ઠ નાગરિકોને બેંકોએ કઈ બેંકિંગ સુવિધાઓ આપવી એ અંગે આરબીઆઈએ આપેલી સૂચનાઓ વિશે વધુ જાણવા માટે અહીં વિઝિટ કરો www. rbi.org.in /seniorcitizens
ઑડિયો
વરિષ્ઠ નાગરિકો માટે એસએમએસ સાંભળવા માટે ક્લિક કરો(હિન્દી ભાષા)
વરિષ્ઠ નાગરિકો માટે એસએમએસ સાંભળવા માટે ક્લિક કરો(ઈંગ્લિશ ભાષા)
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો