છેતરપિંડીનું ઇમેલ, કૉલ્સ અને એસએમએસ - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ
ઓવરવ્યૂ
મોટી રકમનું વચન આપતા અનિચ્છનીય ઈમેઈલ, કોલ્સ અને મેસેજીસ નકલી હોય છે. તમારા મહેનતથી કમાયેલાં નાણાંને જોખમમાં નહીં મૂકો.
- આરબીઆઈ, આરબીઆઈના અધિકારીઓ અને / અથવા કોઈ પણ પ્રશાસન તમારું કાર્ડ બ્લૉક કરાશે એવું કહે અથવા તમને મોટી રકમનું વચન આપે તો છેતરાશો નહીં.
- જાણીતી અથવા અજ્ઞાત સંસ્થાઓ પાસેથી મોટી રકમ પ્રાપ્ત કરવા માટે કોઈને પણ આરંભિક ડિપૉઝિટ, કમિશન કે ટ્રાન્સફર ફી તરીકે નાણાં મોકલશો નહીં.
- આરબીઆઈ કોઈનું અકાઉન્ટ ખોલતી નથી કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ઑફર કરતી નથી.
- તમારી બેંક અકાઉન્ટની વિગતો, ઈન્ટરનેટ બેંકિંગ યુઝર આઈડી, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર, સીવીવી, એટીએમ પિન કે ઓટીપી કોઈને પણ જણાવશો નહીં. * આરબીઆઈ કે તમારી બેંક તે માટે ક્યારેય પૂછતી નથી.
- એસએમએસ / ઈમેઈલ થકી પ્રાપ્ત લિંક્સ પર ક્લિક કરીને તમારા બેંક અકાઉન્ટની વિગતો આપશો નહીં. તમારી બેંકની વિધિસર સાઈટ કે તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડની પાછળ આપેલી માહિતી પર જ આધાર રાખો.
- જો તમને વિદેશથી કે ભારતમાંથી સસ્તાં ભંડોળની કોઈ પણ ઑફર કરવામાં આવે તો સ્થાનિક પોલીસ, સાઈબર- ક્રાઈમ પ્રશાસન કે sachet@rbi.org.in પર ફરિયાદ નોંધાવો.
*તમારી લેણદેણની તમે પહેલ કરી હોય તે સિવાય.
For More Information
For More Information
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
શું આ પેજ ઉપયોગી હતું?