છેતરપિંડીના ઇમેઇલ્સ, કૉલ્સ અને ઇમેઇલ્સ પર એસએમએસ - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈની ચેતવણીઓ પર એસએમએસ
1. વળતરમાં મોટી રકમ મેળવવા માટે ફી કે શુલ્ક ચૂકવશો નહીં. આરબીઆઈ /આરબીઆઈના ગવર્નર/ સરકાર ક્યારેય આવી ઈમેઈલ / એસએમએસ/ કૉલ મોકલતી નથી. વધુ માહિતી માટે મિસ્ડ કૉલ આપો 8691960000 પર.
2. જો તમને આરબીઆઈ / સરકારી સંસ્થા પાસેથી લૉટરી જીત્યાની કે સસ્તાં ભંડોળની ઓફર કરવામાં આવે તો https://sachet.rbi.org.in/Complaints/Add પર ફરિયાદ કરો.
આરબીઆઈની ચેતવણીઓ પર ઓબીડી
ઠગો દરેક વખતે છેતરવાની નવી રીત શોધી કાઢે છે. અમુક વાર તેઓ તમારી લોટરીની જીતનો દાવો કરવા માટે રિઝર્વ બેંકમાં નાણાં જમા કરવા તમને પૂછે છે અથવા અમુક વાર તમારે માટે આવેલા અમુક માલો માટે કસ્ટમ્સ ડ્યુટી ચૂકવવા માટે તમને પૂછી શકે છે. જો તમને આવી ઑફરો પ્રાપ્ત થાય તો કૃપા કરીને સાઈબર ક્રાઈમ બ્રાન્ચ અથવા સ્થાનિક પોલીસ અથવા sachet.rbi.org.in પર ફરિયાદ નોંધાવો.
ઔર સુનો આરબીઆઈ ક્યા કહતા હૈ./અને સાંભળો આરબીઆઈ શું કહે છે/ હજી સાંભળો આરબીઆઈ શું કહે છે
- આરબીઆઈ નાગરિકોનાં અકાઉન્ટ ખોલતી નથી. આથી રિઝર્વ બેંકમાં કોઈ પણ નાણાં જમા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. કૃપા કરીને અજ્ઞાત વ્યક્તિ પાસેથી પ્રાપ્ત એસએમએસ, કોલ કે ઈમેઈલ દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં અને કોઈ પણ બેંક અકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરશો નહીં.
- તમારા બેંક અકાઉન્ટની વિગતો કે સીવીવી, ઓટીપી કે પિન કોઈને આપશો નહીં. રિઝર્વ બેંક તો ઠીક પણ તમારી બેંક સુધ્ધાં એસએમએસ, ફોન કે ઈમેઈલ પર આવી વિગતો આપવા તમને પૂછશે નહીં.
વધુ માહિતી માટે આરબીઆઈ કોશન્સ પેજની rbi.org.in પર વિઝિટ કરો
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો