તમારી બેંકનોટ્સ જાણો - આરબીઆઈ - Reserve Bank of India
ઓવરવ્યૂ


ઓવરવ્યૂ
- કરન્સી નોટ રાષ્ટ્રની સમૃદ્ધિ અને વિવિધ સંસ્કૃતિ, સ્વતંત્રતા માટે તેના સંગ્રામ અને રાષ્ટ્રના રૂપમાં સિદ્ધીઓ માટે ગૌરવ દર્શાવે છે.
- દેશના સાંસ્કૃતિક વારસાને વધુ સ્પષ્ટ પિછાણ અપાવવા તેમ જ વૈજ્ઞાનિક ક્ષેત્રે ઊઠાવાયેલા નવાં પગલાંની ઝલક બતાવવા માટે , નોટોની એક નવી શ્રેણીને એક નવી ડિઝાઇનમાં રજુ કરાઈ રહી છે.
- બૅન્ક નોટોની નવી ડિઝાઇન, બૅન્ક નોટમાં મહાત્મા ગાંધીવાળી વર્તમાન શ્રેણીથી રંગ, આકાર અને વિષય – વસ્તુમાં તદ્દન અલગ છે. નોટોની નવી શ્રેણીનો વિષય ભારતનાં સાંસ્કૃતિક વારસાગત સ્થળો છે.
- આ નોટોમાં હજી એક નવી વાત એ છે કે આંકડા દેવનાગરીમાં છે અને સ્વચ્છ ભારતનો લૉગો છે. નવી નોટોમાં અગણિત અને જટિલ રૂપોમાં આકૃતિઓનું તત્વ છે.
- બૅન્ક નોટોની વર્તમાન શ્રેણીમાં સુરક્ષા વિશેષતાઓ જેવી કે વૉટરમાર્ક, સુરક્ષા દોરો, મૂલ્યવર્ગીય સંખ્યાની ગુપ્ત પ્રતિમા,રંગ બદલનારી શાહીમાં મૂલ્યવર્ગીય સંખ્યા પૅનલ્સ. સી થ્રુ રજિસ્ટર , ઇલેક્ટ્રો – ટાઇપ, બ્લીડ લાઇન્સ વગેરેને જાળવી રખાય છે. નવી ડિઝાઇનની નોટોમાં તેમની સાપેક્ષિત સ્થિતીઓને બદલવામાં આવી છે..
બેંકનોટ્સ
મોટા સ્વરૂપ અને ઝીણવટથી જોવા માટે મહેરબાની કરી નોટો પર ક્લિક કરો.
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો
બેંક સ્માર્ટ
તમારી કરન્સી વિશે જાણો
તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરો
શું આ પેજ ઉપયોગી હતું?