અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ ટ્રાન્ઝૅક્શનમાં ગ્રાહકની જવાબદારી પર એસએમએસ - આરબીઆઈ - Reserve Bank of India
અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેન્કિંગ લેણદેણમાં કસ્ટમર લાયેબિલિટી પર એસએમએસ
તમારા બેન્ક અકાઉટમાં છેતરપિંડીથી લેણદેણ? તમારું નુકસાન રોકો. તમારી બેન્કને તુરંત જાણ કરો. વધુ વિગતો માટે 144400 પર મિસ્ડ કોલ આપો.
અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેન્કિંગ લેણદેણમાં કસ્ટમર લાયેબિલિટી પર આઈવીઆરએસ
જો કોઈ તમારા બેન્ક અકાઉન્ટમાંથી છેતરપિંડીથી નાણાં ઉપાડી લે તો તમારી બેન્કને તુરંત જાણ કરો. તમે બેન્કને જાણ કર્યા પછી તમારી બેન્ક પાસેથી પહોંચ લેવાનું યાદ રાખો. બેન્કે પ્રાપ્તિની તારીખથી 90 દિવસમાં તમારી ફરિયાદનો ઉકેલ લાવવાનો રહેશે.
જો લેણદેણ તમારી બેદરકારીથી થઈ હોય તો તમે તમારો પાસવર્ડ, પિન, ઓટીપી વગેરે આપ્યા હોવાથી તમારી બેન્કને જાણ કરો ત્યાં સુધી તમારે નુકસાન ભોગવવું પડશે. જો બેન્કને માહિતી આપ્યા પછી પણ છેતરપિંડીયુક્ત લેણદેણ ચાલુ રહે તો તમારી બેન્કે તે રકમ ભરપાઈ કરવી પડશે. જો તમે જાણ કરવામાં વિલંબ કરો તો તમારું નુકસાન વધશે અને આરબીઆઈની માર્ગદર્શિકા અને તમારી બેન્કના બોર્ડ દ્વારા મંજૂર નીતિ અનુસાર નિર્ણય લેવાશે.
ઑડિયો
અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેન્કિંગ લેણદેણમાં કસ્ટમર લાયેબિલિટી પર એસએમએસ સાંભળવા અહીં ક્લિક કરો (હિંદી ભાષા)
અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેન્કિંગ લેણદેણમાં કસ્ટમર લાયેબિલિટી પર એસએમએસ સાંભળવા અહીં ક્લિક કરો (અંગ્રેજી ભાષા)
ક્વિક લિંક
તમે જે વિષય વિશે વધુ જાણવા માંગો છો તે વિષય પર ક્લિક કરો અને તમારી પાસે તેના વિશેની વિગતવાર માહિતી હશે. જો તમને વધુ સ્પષ્ટીકરણની જરૂર હોય, તો કૃપા કરીને અમને rbikehtahai@rbi.org.in પર લખો